આ યુવકે સિંહની પાછળ બાઇક દોડાવી કરી હતી પજવણી, વન વિભાગે ઝડપી પાડ્યો

રાજેશ દેથલીયા અમરેલી: જિલ્લાનાના ખાંભા તુલસીશ્યામ રેન્જના ગઢિયા ગામે બે સિંહોની પાછળ બાઇક દોડાવી સિંહોની પાંજવણીનો વીડિયો વાઇરલ હતો. જેના પગલે વન વિભાગ દ્વારા સિંહ પાંજવણી કરનાર બે શખ્સોની સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ કડક કાર્યવાહી કરીને એક આરોપીને કોર્ટેમાં રજુ કરવામાં આવ્યો હતો. આરોપીના જામીન મંજૂર ન થતા અમરેલી સબજેલ હવાલે કર્યા હતો.

ધારી ગીર પૂર્વ વિસ્તારમાં અવાર નવાર સિંહોની પાછળ બાઇક અને ગાડીઓ દોડાવી પંજવની કરવામાં આવતી હોય છે. ત્યારે સોસિયલ મીડિયામાં બે સિંહોની પાછળ બાઇક દોડાવી સિંહોની પંજવણીનો વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. તુલશીશ્યામ રેન્જના ગઢીયા વિસ્તારમાં ક્રૂરતા પૂર્વક સિંહ પાછળ બાઇક દોડાવી હતી. 2 સિંહોની પજવણીના વીડિયો સામે આવતાની સાથે જ વન વિભાગ દ્વારા સિંહોની પાંજવણી કરનાર શખ્સોની તપાસ હાથ કરી અને ગઢીયા ગામેથી યુનુસશા પઠાણ સહીત એક સગીર ને ઝડપી લીધા હતા.

ખાંભા તુલસીશ્યામ રેન્જના ગઢિયા ગામમાં જ 2 સિંહોની પાંજવણી કરવાનું સામે આવ્યું હતું અને રાત્રી દરમિયાન બે સિંહોની પાછળ અહિંસક રીતે બે શખ્સો એ બાઇક દોડાવી હતી અને સિંહોની પજવણી કરી હતી. ખાંભા વન વિભાગ વીડિયો તપાસ કરીને ગઢિયા ગામ માંથી યુનુશ ભિખુશા પઠાણ (ઉ.વ. 30) રહે સરસીયા અને અન્ય એક બાળ કિશોર શખ્સ સામે વન વિભાગ દ્વારા સિંહો ને પરેશાન કરનાર સામે શિકાર ની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી હતી એક આરોપીના જામીનના મંજુર થતા જેલ હવાલે કર્યો હતો ત્યારે ગુજરાતના ગૌરવ ને પરેશાન નહી કરવા વન વિભાગ ની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap