પંચમહાલ: જિલ્લાના હાલોલ-વડોદરા રોડ પર બાસ્કા ગામ પાસે એક સાથે પાંચ વાહનોનો અકસ્માત થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી.
પંચમહાલ જીલ્લામાથી પસાર થતા હાલોલ-વડોદરા હાઈવે માર્ગ પર બાસ્કા પાસે બપોરના અરસામાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા.જેમા બસ,કાર અને તેમજ સહિત ના વાહનો સમાવેશ થાય છે.પરંતુ તેના કારણે કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત નથી.તેના કારણે ટ્રાફિક જામ થયો હતો.અકસ્માત થયાનુ કારણ જાણી શકાયુ નથી.
