1.78 કરોડના સોનાની લૂંટની ઘટના, પોલીસે ગણતરીની કલાકોમાં આવી રીતે પકડી પાડ્યા પાંચ લૂંટારૂઓને

વિનય પરમાર,રાજકોટ: અમદાવાદના મેઘાણીનગરમાં નવા વર્ષની પ્રથમ રાત્રે એર કાર્ગોમાં સોનુ આપવા જતા બે યુવકોને બુકાનીધારી ત્રિપુટીએ ધોકાથી માર મારી પછાડી દઈ રાજકોટના વેપારીનું 1.78 કરોડનું સોનુ લૂંટી નાશી જતા ચકચાર મચી ગઈ હતી આ ઘટનામાં અમદાવાદ પોલીસની જુદી જુદી ટીમોએ લૂંટ કરી રાજસ્થાન ભાગી ગયેલા પાંચેય લુટારાનો પીછો કરી પાંચેયને દબોચી લઇ તમામ 27 પાર્સલ કબ્જે કર્યા છે આ લૂંટ માટે આંગડિયા કર્મચારીએ જ ટીપ આપ્યા બાદ પ્લાન ઘડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ સરદારનગરમાં રહેતા અને રાજકોટના સુરેશભાઈ ચૌધરી સાથે બે વર્ષથી જય માતાજી લોજિસ્ટિક અને જય માતાજી એર નામે બે કુરિયર કંપની ચલાવતા વિદ્યાધર શર્માએ ગઈકાલે રાજકોટથી આવેલા 1.78 કરોડના 27 સોનાના પાર્સલની લૂંટ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના મામાનો દીકરો શ્યામ સુંદર અને જગદીશ બંને નવા વર્ષની પ્રથમ રાત્રીએ ત્રણેક વાગ્યે રાજકોટથી આવેલા સોનાના 27 પાર્સલ એર કાર્ગોમાં જમા કરાવવા બાઈક લઈને જતા હતા. સાડા ત્રણ આસપાસ તેઓ મેઘાણીનગર ભાર્ગવ રોડ પાસે પહોંચતા બાઇકમાં રૂમાલ બાંધીને ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને ચાલુ બીંકે લાકડાનો ધોકો મારતા બેલેન્સ ગુમાવતા બંને પડી ગયા હતા અને તુરંત ત્રિપુટીએ ધોકાથી બંનેને માર મારતા બંને બેભાન થઇ ગયા હતા અને ત્રણેય 1.78 કરોડનું સોનુ લઇ નાશી છૂટ્યા હતા.

ઘટનાને પગલે તાબડતોબ અમદાવાદ પોલીસે જુદી જુદી ટિમો બનાવીને લુંટારાઓને પકડવા તપાસ તેજ કરી હતી દરમિયાન લૂંટારાઓ રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની બાતમી આધારે અમદાવાદ પોલીસે રાજસ્થાન દોડી જઈ પાંચ આરોપીઓને 1.78 કરોડનું સોનુ સહીત તમામ મુદામાલ સાથે ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap