રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્ધિ દરના અનુમાનને સંશોધિત કરીને -9.4 ટકા કરી દીધો છે. ફિચે અગાઉ અનુમાન કર્યો હતો કે, ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડો થશે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં રેટિંગ એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થામાં અપેક્ષિત સુધારણા કરતાં વધુ સારી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેના અંદાજમાં સુધારો કર્યો છે.
મંગળવારે જારી કરેલા તેના વૈશ્વિક આર્થિક પરિદૃશ્યમાં ફિચે કહ્યું હતું કે, કોરોના વાયરસ મહામરીને કારણે ઉદ્ભવેલી મંદીથી દેશના અર્થતંત્રને ભારે અસર થઈ છે. આવી સ્થિતિમાં ભારતે પોતાની ખાતાવહીને સુધારવા અને દીર્ધાવધિની યોજનાને લઈને સતર્કતા રાખવાની જરૂર છે.
ફિચે જણાવ્યું હતું કે, હવે અમે અનુમાન કરીએ છીએ કે 2020-21માં ભારતની જીડીપી 9.4 ટકા ઘટશે. ફિચે અગાઉ અનુમાન કર્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડો. ફિચે જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા આગળના વર્ષોમાં 11 ટકા (કોઈ ફેરફાર નહીં) અને 6.3 ટકા (0.3 ટકા વધુ) વૃદ્ધિ કરશે.
કોરોના વાયરસ મહામારી અને તેના નિવારણ માટે લાદવામાં આવેલા ‘લોકડાઉન’ને કારણે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિકમાં અર્થતંત્રમાં 23.9 ટકાનો મોટો ઘટાડો થયો છે. તે વિશ્વની મોટી અર્થવ્યવસ્થામાં ઘટાડોના સર્વોચ્ચ આંકડા છે. જોકે, પ્રથમ ત્રિમાસિકના પ્રથમ બે મહિના એપ્રિલ અને મે મહિનામાં દેશમાં સંપૂર્ણ લોકડાઉનમાં હતા.
નીતિ આયોગે નાણાકીય વર્ષ 2021-22 એટલે કે, માર્ચ 2022ના અંત સુધીમાં કોવિડ-19 (કોરોના વાયરસ) મહામરી પહેલા સ્તરે પહોંચવાની દેશની આર્થિક વૃદ્ધિ દરની આગાહી કરી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પણ આગાહી કરી હતી કે આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષ (2020-21)ની સુધારેલી આગાહીમાં -9.5 ટકાની અગાઉની આગાહીની સરખામણીમાં -7.5 ટકા રહેશે. ભારતીય અર્થવ્યવસ્થા સપ્ટેમ્બર ત્રિમાસિકમાં અપેક્ષિત કરતા વધુ ઝડપથી સુધરી રહી છે. તેનું એક કારણ મેન્યુફેક્ચરિંગમાં તેજી છે, જે જીડીપીને 7.5 ટકાના નીચા સંકોચન સ્તરે પહોંચવામાં મદદ કરે છે અને આગળ ગ્રાહકની માંગ માટે અપેક્ષાઓ ઉભી કરે છે.
