માછીમાર વ્યવસાયમાં મોટાપાયે કાળુનાણું ઠલવાતા માછીમારો પાયમાલ થયા ?

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: સૈરાષ્ટ્રનો 1600 કિ.મી.લાંબા વિસ્તારમાં ફેલાયેલ દરીયા સીમાનો માછીમાર ઉદ્યોગ મરણ પથારી પર આવી ઉભો રહ્યો છે. એક તરફ મંદિનો માર તો બીજી તરફ દરીયા પેટાળમાં માછીનું ઉત્પાદન ધટતા આ ઉદ્યોગ પર લાખો શ્રમિકો વેપારી બોટ માલીકો અને એક્ષપોર્ટ કરતા કંપનીના માલીકોના રોજગાર પર સંકટ ઉભુ થઇ રહ્યુ છે. સરકારને પણ માછી ઉદ્યોગના કારણે મળતુ હુંડિયામણ પણ ધટ્યુ છે. હાલ બંદરો પર બોટ માલીકોને કાળી મહેનત મંજુરી કરવા છતાં અને ખર્ચ સામે આવકનું પ્રમાણ ધટતા મુશ્કેલી અનુભવે છે. આ સંકટ માંથી બચવા માછીમાર સમાજ પાસે શું ઉકેલ છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

વર્ષો પહેલા દરીયાઇ સીમામાં મૂળ માછીમાર પોતાની બુંબલા અને જાળ પ્રધ્ધતિની ફિસીંગ કરતા હતા. તેના કારણે બંદરો પર બોટની સંખ્યા મુજબ બધા માછીમારોને આખી સીજન દરમ્યાન પુરતી માછી ફિસીંગ મળતી હતી. પરંતુ જેમ જેમ દિવસો ગયા તેમ ફિસીંગ વ્યવસાયમાં પેરાફિસીંગને છુટ આપતા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કેરેલા સહીતના દેશના મોટા રાજ્ય માંથી પેરાફિસીંગ સૈરાષ્ટ્રના દરીયા કિનારે થવા લાગતા દરીયામાં કિંમતી માછી તે ઉઠાવવા લાગતા સૈરાષ્ટ્રના માછીમારોએ ટ્રોલીંગ પધ્ધતિની બોટ બનાવવાનું શરૂ કરતા દરીયા સીમામાં ઉત્પાદન થતી કુદરતી નાની માછી અને બચ્ચાઓ પણ આ ટ્રોલીંગ ફિસીંગમાં આવવા લાગતા દરીયામાં માછીની દિનપ્રતિદીન ધટ થવા લાગી અને મૂળ માછીમારો પાસે જાળ પધ્ધતિની ફિસીંગ પણ મળવી મુશ્કેલ બનતા આ નાના બોટ માછીમારો બરબાદ થઇ ગયા હતા.

મત્સ્યોદ્યોગ વિભાગમાં પણ મોટામાથાઓને જાણે ટ્રોલીંગ ફિસીંગ કરવા છૂટ આપતા હોય તેમ જુના નાસ પામેલા બોટના કોલ પર ટ્રોલીંગ બોટને લાઇસન્સ મળવા લાગતા માછી ઉદ્યોગના ફિસીંગ નિયમોનો ખુલ્લે આમ ગેર ઉપયોગ થવા લાગતા આ માછી ઉદ્યોગમાં મોટા માથાએ નાના બોટ માલીકો અને પિલાણી હોડીમાં માછીમારો પર પોતાની જોહુકમી શરૂ કરી સરકારની અનેક યોજનાઓ અને નિતીઓ રાજકારણના જોર અને મતની લાલશાએ આ માછી ઉદ્યોગને બરબાદી પર મૂકી દીધો છે. જેના કારણે બંદરો પર વર્ષોથી માછીમારી સાથે સંકળાયેલા મૂળ માછીમારોના પરીવારો હાલ શ્રમિક બની ગયા છે. અને પોતાની મૂળ જાળ ફિસીંગ બોટો વેચી મારી મંજુરી કરવા લાગ્યા છે તો બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ સૈરાષ્ટ્રના છેવાડાના બંદરો પ્રત્યે બેદરકારી દેખાડી બંદરોની જેટી પ્રોટેશન દિવાલો અને બોટને લંગારવાની વ્યવસ્થા ચોમાસા દરમ્યાન બોટને સુરક્ષીત રાખી શકાય તેવી વ્યવસ્થા ઉભી ન કરતા બંદરો પણ ભેંકાર બની જતા માછી ઉદ્યોગને આની મોટી અસર થઇ છે. અને રોજગાર પણ તુટી જતાં સ્થાનિક માછીમારોને પોતાના રોજગાર મેળવવા દૂર દૂરના હજારો કિ.મી. જવું પડે છે. અને તમાં પણ સીમા ભંગ થતાં પાકિસ્તાન જેવા દેશોમાં ભારતીય માછીમારોને ઉઠાવી જવાતા હોવાના કિસ્સા પણ વધવા લાગતા તેનો ભય પણ આ માછીમાર પર ઉભો થયો છે.

માછી ઉદ્યોગમાં હાલ મૂળ માછી વ્યવસાય કરતા બોટ માલીકો અને સાગર ખેડૂતોની કોઇ પણ પ્રગતિ થઇ નથી. પરંતુ માછીમાર ઉદ્યોગમાં કાળી કમાણી કરનારા મોટા માથાઓનું કાળુ નાણું મોટાપાયે ઠલવાતા નવી નવી ટ્રોલર બોટ બની દરીયાના પાણીમાં ઉતારી માછીમાર ગણાવવા લાગતા આ મોટા માથાઓની બોટની સંખ્યા મૂળ બોટ કરતા વધવા લાગી છે.

માછીમાર ઉદ્યોગને કેમ બચાવી શકાય

માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા ધણા વર્ષો જુના માછીમાર અગ્રણીઓના મંત્વય મુજબ ટ્રોલીંગ બોટના નવા લાઇસન્સ 15 વર્ષ સુધી આપવાનું બંધ કરવું જોઇએ. અને નવી બોટના ઉત્પાદન થતાં અટકાવીને સતત ચાર માસ સુધી ફિસીંગ વ્યવસાયને તદન બંધ રાખવા સરકારે કડક અમલવારી શરૂ કરવી પડશે. અને ચોમાસાની સીજન દરમ્યાન થતી દરેક બંદરો પર મોટા માથાઓની બોટ મારફતની ફિસીંગ બંધ કરાશે તો જ આ ઉદ્યોગને લાંબા વર્ષો સુધી ચલાવવા મદદ મળી શકશે અને દરીયાના અંદર માછીનું ઉત્પાદન વધી શકાશે.

છેલ્લા 10 વર્ષમાં મોટા મોટા માથાઓના કાળા નાણા ઠલવાયા

જાણકારોના જણાવ્યા મુજબ 15 વર્ષ પહેલા મૂળ માછીમારોની બોટ ફિસીંગ વ્યવસાયમાં ચાલતી હતી. અને તે સાચા સાગર ખેડૂતો ગણાતા પરંતુ જેમ જેમ દિવસો જતાં માછી ઉદ્યોગમાં જેને માછી અને દરીયા સાથે કોઇ લેવા દેવા નથી. તેમાં અનેક રાજકીય સામાજીક અને ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા માથાઓએ પોતાનું કાળુનાણુ બોટ બનાવવામાં ઉપયોગ કરી કરોડો રૂપિયાની આધુનિક ટોલીંગ બોટ બનાવી માછીમારોના નામે સંગઠનો બનાવી રાજનીતી ચલાવવી મતના જોરે સરકારના મત્સ્યોદ્યોગમાં ધણા કાયદાઓને ધોળી પી જવાના કારણે આ ઉદ્યોગમાં પોતાની પકડ જમાવી દેતા આવા મોટા માથાઓ માછી ઉદ્યોગ નામે મોટા લાભો મેળવી પોતાનું કાળુ નાણુ વહાઇટ કરી રહ્યા છે. જેના કારણે મૂળ માછીમારી કરતો દરીયાનો ખેડૂત પાયમાલ બની આવા મોટા માથાઓની બોટમાં શ્રમિક તરીકે કામ કરવા લાગ્યો છે.

એકજ પરીવારના નામે અલગ અલગ બોટના રજીસ્ટ્રેશન કરી લાભો મેળવાય છે

જખો, પોરબંદર, વેરાવળ, માંગરોળ, જાફરાબાદ, માઢવાડ, કોટડા, દિવ, વણાંકબારા, નવાબંદર, સૈયદરાજપરા જેવા મહત્વના બંદરોમાં વર્ષે સેંકડો બોટો નવી બની તરતી મુકવામાં આવે છે. આવી બોટના માલીકોનો ઇતિહાસ જાણવામાં આવે તો તે મોટા માથાઓ અન્ય અબજો રૂપિયાના બીજનેશ સાથે સંકળાયેલ હોય છે. અને એકજ પરીવારના અલગ અલગ સભ્યો નામે 5 થી 10 બોટ ધરાવતા હોય એક માલીકની 20 થી 30 જેટલી બોટો હોય તે અલગ અલગ નામે ડિજલ સબસીડી, વાયલેસ મશીન બોટ નામે લાભો મેળવી લેતા હોય છે. તેવું પણ વર્ષોથી માછીમારી કરતા મૂળ માછીમારોમાં ચર્ચા સંભળાય છે. અને તેના કારણે નાના બોટ માલીકો લાભોથી વંચીત રહેતા હોય છે. અને મૂળ માછીમારો પોતાની પાસે સામગ્રી સાધનના અભાવે દરીયાઇ ખેતી છોડી દેવા લાગ્યા છે.

15 વર્ષમાં 100 કરોડથી વધુની નવી બોટો દરીયામાં તરતી થઇ

માછીમાર ઉદ્યોગમાં કાળા નાણાનું જોર વધ્યુ હોયો તેમ મત્સ્યોદ્યોગ રેકર્ડ પર જોવામાં આવે તો દિવ, વણાંકબારા, નવાબંદર, સૈયદ રાજપરા, પોરબંદર, માંગરોળ, માઢવાડ, કોટડા, જાફરાબાદ સહીતના બંદરોમાં 100 કરોડથી વધુ નવી બોટ દરીયામાં: તરતી જોવા મળે છે. આવી બોટ સરકારનાન નિયમ મુજબ 32 થી 35 ફુટની હોવાનો છે. છતાં નવી બોટો 60 થી 65 ફુટની બને છે. આ એક બોટ જાળ પધ્ધતીની 30 થી 35 લાખની બને તેમજ ટ્રેલર પધ્ધતિનની ફાયબર લાકડાની બોટ 60 થી 70 લાખની બને છે. અને તેમાં પણ લોખંડની બનાવવી હોય તો 1 કરોડ સુધીની બોટ બને છે. સામાન્ય રીતે જેટલી વધુ કિંમત એટલી ફિસીંગ વ્યવસ્થામાં આધુનિક સુવિધા ઉભી કરાય છે.. બોટ માલીકો પોતાના પરીવારના અલગ અલગ સભ્યો નામે 1 થી 10 બોટ સુધી રાખે છે. અને સરકારના લાભો પણ અલગ અલગ નામે ઉઠાવે છે. ડિજલ સબસીડી, વાયલેસ સેટ, જીપીએસ સીસ્ટમ બોટ બનાવવાની સબસીડી જાળ, પેટી સાધનો જેકેટ સહીતના લાભો ઉઠાવાય છે. આ લાભો મોટા ભાગે મોટા માછીમાર માથાઓ ઉઠાવી રહ્યા હોવાનું માછીમારો માંથી સાંભળવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap