નવા વર્ષ પહેલા કોરોના વિરુદ્ધ લડાઈમાં વધુ એક દેશે મહત્વના પગલા લીધા છે. બ્રિટનમાં કોરોના વેક્સિનને મંજૂરી આપ્યા બાદ હવે ચાઈનાની સરકારે કંપની સાઈનોફોર્મ દ્વારા વિકસિત વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ ચીનમાં પ્રથમ વેક્સિન છે જેને સામાન્ય લોકોને આપવાની મંજૂરી મળી છે.
ચીની અધિકારીઓએ ગુરૂવારે જાહેરત કરી હતી કે, ચીની રેગ્યુલેટર્સે દેશની પ્રથમ દેશી કોરોના વાયરસની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. જે રાજ્યના સ્વામિત્વ વાળા ફાર્માસ્યુટિકલ દિગ્ગજ સાઈનોફોર્મ દ્વારા વિકસિત કરવામાં આવી છે.
આ મંજૂરી ત્યારે મળી છે જ્યારે સાઈનોફોર્મે જણાવ્યું હતું કે, ત્રીજા ફેઝમાં આ વેક્સિન 79.34 ટકા અસરકારક છે. ચીને હાલમાં પોતાની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે કાર્યક્રમ તેજ કર્યા છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના ઉપમંત્રી જેંગ યિક્સિને ગુરુવારે એક સમ્મેલનમાં કહ્યું હતું કે, 15 ડિસેમ્બર બાદથી જનસંખ્યાના પ્રમુખ સમૂહો પર 3 મિલિયનથી વધુ વેક્સિનનો ડોઝની તૈયારીઓ કરવામાં આવી છે.
બીજિંગ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ ઈન્સ્ટીટ્યૂટ જો એક સાઈનોફાર્મની સહાયક છે. બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, પરિણામ સામે આવ્યા છે કે,સિનોફોર્મ વેક્સિન સુરક્ષિત છે અને જે લોકોને બે ડોઝ આપવામાં આવ્યા છે.તેમાથી ઉચ્ચ સ્તરના એન્ટીબોડી ડેવલ્પ થયા છે.
જણાવી દઈએ કે, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ વેક્સિનને યુકેમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ બીજી વેક્સિન છે જેને યુકેમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ પહેલા યુનાઈટેડ કિંગડમ ફાઈઝર,બાયોએનટેકની વેક્સિનને એપ્રુવલ આપતા પ્રથમ દેશ બન્યો હતો. કારણ કે, ઓક્સફોર્ડની સાથે મળીને ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા વેક્સિન બની રહી છે.
