ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન વિરોધી કાયદા હેઠળ પ્રથમ ધરપકડ થઈ,જાણો સમગ્ર કેસ

ઉત્તરપ્રદેશના વિવાદિત ધર્મ-પરિવર્તન વિરોધી કાયદા હેઠળ રાજ્યમાં પ્રથમ ધરપકડ થઈ છે. નવા બદલાવ વિરોધી કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયાના થોડા દિવસ બાદ બરેલી પોલીસે પ્રથમ ધરપકડ કરી હતી. બરેલીથી એક 21 વર્ષના મુસ્લિમ છોકરાને પોલીસે હિંદુ મહિલાને ઇસ્લામ ધર્મ બદલવાની ફરજ પાડવાની અને પરિવારનો વિરોધ કરવા પર પરિવારને ધમકી આપવાના આરોપસર ધરપકડ કરી છે.

બરેલીના ઉવૈશ અહેમદ પર ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ કન્વર્જન્સ ઓફ રિલિજિન ઓર્ડિનન્સ, 2020 હેઠળ ‘અપહરણની ધમકી’ આપવા અને 20 વર્ષીય પરિણીત મહિલા પર બરેલી જિલ્લાના દેવરનિયા વિસ્તારમાં દબાણ કરવા બદલ કેસ દાખલ કરાયો છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસની એક રિપોર્ટ અનુસાર, અહેમદને 3 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. બરેલી પોલીસના જણાવ્યા મુજબ, અહેમદ છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતો અને પોલીસે તેને પકડવા છેલ્લા ઘણા દિવસોથી રેડ પાડી રહી હતી.

પોલીસે જણાવ્યું હતું કે અહેમદ વિરુદ્ધ આઈપીસીની કલમ 504, 506 અને પ્રોહિબિશન ઓફ અનલોફુલ તન્વેર્જન ઓફ રિલીજિયન ઓર્ડિનેન્સ,2020ના રેક્શન 3/5 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અતિરિક્ત પોલીસ અધિક્ષક (ગ્રામીણ) સંસાર સિંહે કહ્યું કે, અમે તેની શોધ કરી રહ્યા હતા અને આ માટે પડોશી જિલ્લાઓમાં ઘણી ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. તેમને બુધવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે તેને 14 દિવસના ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. હવે અમે ફરિયાદી અને સાક્ષીઓના નિવેદનો નોંધીશું અને આ કેસમાં તપાસ પૂર્ણ કરીશું.”

રિપોર્ટ અનુસાર, અહેમદ તેના પોતાના વિસ્તારની એક મહિલા સાથેના સંબંધમાં હતો અને બંને ભાગી છૂટ્યા હતા, ત્યારબાદ તેને પકડીને પાછો લઈ આવ્યો હતો. જ્યારે અહેમદની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે મહિલાએ તેના પિતા દ્વારા છોકરા સામે લગાવવામાં આવેલા અપહરણના આરોપોને નકારી દીધા હતા. પરિવારે મહિલા સાથે આ વર્ષે એપ્રિલમાં બીજા કોઈ સાથે લગ્ન કર્યા હતા.

રવિવારે નોંધાયેલી FIRમાં, છોકરીના પિતાએ આરોપ લગાવ્યો છે કે અહેમદ છોકરીને કન્વર્ટ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને તેના પર દબાણ લાવી રહ્યું છે. ફરિયાદમાં પરિવારને ધમકાવવાનો પણ ઉલ્લેખ છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે મહિલાએ અહેમદના લગ્ન અંગે વાત કરી, ત્યારબાદ તેણી તેને પરત બોલાવવા અને ધર્મ પરિવર્તન બાદ તેની સાથે લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap