રવિ નિમાવત,મોરબી: શહેરના ખાટકીવાસ વિસ્તારમાં આજે મારામારીની ઘટના બની હતી અને મારામારીના બનાવમાં ફાયરીંગ થતા એક યુવાનને ગોળી વાગતા મોત થયું હતું. જ્યારે પાંચથી વધુને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
મોરબીના શક્તિ ચોક નજીક ખાટકીવાસ વિસ્તારમાં આવેલ બારશાખ રજપુત શેરીમાં આજે બપોરના સુમારે મારામારીની ઘટના બની હતી. જે મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ફાયરીંગ પણ કરાયું હતું. જેમાં બે રાઉન્ડ ફાયરીંગ થયાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. તો ફાયરીંગની ઘટનામાં 32 વર્ષના આદીલ રફીકભાઈ નામના યુવાનનું મોત થયું છે. જેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તો ૫થી વધુ લોકોને નાના મોટી ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
બઘડાટીની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ છે અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી પોલીસનો બંદોબસ્ત પણ વિસ્તારમાં જોવા મળે છે.
