પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગમાં પાંચ લોકોના મોત,મહારાષ્ટ્ર સરકારે આપ્યા તપાસના આદેશ

પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં આગ ઘટનામાં પાંચ લોકના મોત થયા છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. પુણેના મેયર મુરલીધર મોહોલ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગ પર કાબૂ મેળવ્યો છે. જ્યારે વેલ્ડીંગનું કામ શરૂ કરાયું હતું ત્યારે આગની સંભાવના છે. કામ કરતાં મજૂરોનાં મોતની સંભાવના છે, પરંતુ તેઓની ઓળખ હજુ થઈ નથી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટના ચીફ આદર પૂનાવાલાએ પણ કેટલાક લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેણે ટ્વિટર પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટના જે ભાગમાં આગ લાગી છે, તે અંડર કન્સ્ટ્રક્શન હતું. જે જગ્યા પર વેક્સિન બનાવવામાં આવી રહી છે તે સંપૂર્ણ સુરક્ષિત છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના અનુસાર, સીરમ ઇન્સ્ટિટ્યૂટની SEZ3 બિલ્ડિંગમાં લાગેલી આગ સતત વધી રહી છે. ત્યાં ફાયર વિભાગની ટીમે સ્થળ પહોંચી છે, પરંતુ આગ ચોથા અને પાંચમા માળને પોતાની ચપેટમાં લઈ લીધી છે. હાલમાં ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap