‘તાંડવ’ બાદ હવે આ વેબ સિરીઝ વિરુદ્ધ નોંધાઈ FIR,જાણો શું છે સમગ્ર મામલો ?

OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પોતાની વેબ સિરીઝને લગતી મુશ્કેલીઓથી ઘેરાયેલું લાગે છે. વેબ સિરીઝ ‘તાંડવ’ બાદ હવે ‘મિરઝાપુર’ પર વિવાદ શરૂ થયો છે. ‘મિરઝાપુર’ના નિર્માતા વિરુદ્ધ મિર્ઝાપુર શહેરમાં કેસ નોંધાયો છે. સોમવારે ‘મિર્ઝાપુર’ના નિર્માતા તેમજ એમેઝોન પ્રાઇમ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

કેસ ફાઇલ કરનારનું નામ અરવિંદ ચતુર્વેદી છે. આ કેસ કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

કેસ દાખલ કરનારનો આરોપ છે કે ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ ધાર્મિક, સામાજિક અને પ્રાદેશિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને તે સામાજિક ફેબ્રિકને નુકસાન પહોંચાડે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, એફઆઈઆરમાં એમેઝોન પ્રાઇમ અને શોના પ્રોડ્યુસર રિતેશ સિધવાણી, ફરહાન અખ્તર અને ભૌમિક ગોંડલીયાનું નામ શામેલ છે. મીરઝાપુરના એસપી, અજય કુમારે કહ્યું, “અરવિંદ ચતુર્વેદીએ આક્ષેપ છે કે, શોમાં વાંધાજનક કન્ટેન્ટ અને ગેરકાયદેસર સંબંધો બતાવવામાં આવ્યા છે. તેથી ફરિયાદને આધારે નિર્માતાઓ અને પ્લેટફોર્મ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.”

મીરઝાપુરના સાંસદ અને અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલે પણ આ વેબ સિરીઝ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 2020માં શોની બીજી સીઝન રિલીઝ થયા બાદ પટેલે વડા પ્રધાન મોદી, મુખ્યમંત્રી યોગી અને કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર પાસે માંગ કરી હતી કે, આ મામલે તપાસ થવી જોઇએ અને આ શ્રેણી સામે પગલાં લેવામાં આવે.

ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે તેની તાજેતરની વેબ સિરીઝ ‘તાંડવ’ના વિવાદમાં ફસાયા બાદ તેમના આખા કાસ્ટ અને ક્રૂ વતી માફી માંગી હતી, એમ કહ્યું હતું કે તેમનો ઇરાદો કોઈને અપમાનિત કરવાનો અથવા કોઈ પણ ધર્મ અને રાજકીય પક્ષનું અપમાન કરવાનો નથી. અલી અબ્બાસે ટ્વિટર પર પોતાનું નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, તેમની વેબ સિરીઝની કહાની સંપૂર્ણ કાલ્પનિક છે અને તેની કોઈ પણ ઘટના સાથેની તુલના એક સંયોગ માત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap