તા.19 ડીસેમ્બર 2020 ના રોજ ભુજ શહેરની 473 પૂર્ણ કરીને 474 ની વર્ષગાંઠ મનાવાઈ. HAPPY BIRTHDAY ભુજવાસીઓ.(કચ્છી નયે સાલજી વધામણી)જાણીતા જ્યોતિષી આશિષ રાવલ જણાવે છે કે નામાક્ષર પદ્ધતિ મુજબ
(પાઈથાગોરસ પધ્ધતિ)
B H U J
2 8 3 1
ના અંકો સરવાળો (2+8+3+1)=14(1+4)=5 થાય છે.જે અંક બુધનો છે.
અગામી શરૂ થનાર બ્રિટિશ યીયર
2021 નો વર્ષ-આંક (2+0+2+1)=5 અંક બુધ નો બને છે.જેમાં અંક 2 બે વખત રીપીટ થાય છે.જેમાં અંક
2= ચંદ્ર
1=સૂર્ય જયારે
474 ના અંક માં બે વખત અંક 4 નો આવે છે જેમાં અંક
4= રાહુ (હર્ષલ)
7= નેપ્ચ્યુન {આંતરમન} માટે ગણાય છે.
લાખા તા લખ પણ
પણ ફુલાણી મેં ફેર
આગામી વર્ષમાં સૂર્ય,ચંદ્ર,રાહુ,શુક્ર,નેપચ્ચુન ગ્રહનું વિશેષ પ્રભુત્વ જોવા મળશે. વર્ષાક 5 બુધ નો હોવાથી નોકરી-ધંધા ક્ષેત્રે મોખરાનું શહેર બની રહે તેમજ તમામ ક્ષેત્રે અગ્રેસર ભુજ જ રહે ! અંકોના ઈશારા મુજબ રાજકીય ક્ષેત્રે વાતાવરણ વધારે વાદ-વિવાદ સાથે સ્પર્ધાત્મક બને. સમજદાર, બુદ્ધિશાળી,તજજ્ઞ પ્રતિભા ધરાવનાર વર્ગ આગળ આવે.
જમીન-મકાન-મિલકતના ભાવો વધે. તમામ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ થાય. નવી-નવી શૈક્ષણિક સંસ્થા દ્વારા એજ્યુકેશન એક્સ્ટ્રા એક્ટિવિટી વઘે. સરકારશ્રી તરફથી વધુ સારા રોડ, રસ્તા,પાણી,પાર્કિંગ,બગીચા, સૌચાલય ની સગવડો વધારે સરળ સુલભ બને. શહેરની નાની મોટી સરકારી,અર્ધસરકારી કે સામાજિક સંસ્થા,સેવાકીય
ટ્રસ્ટો,એસોસિએશન,સ્કૂલ-કોલેજ અલગ-અલગ બોર્ડો,નિગમો સંપૂર્ણપણે કાર્યારંભ ડિજિટલ ક્ષેત્રે કરવાનું વધુ પ્રયાસ કરશે. શહેરમાં સ્કૂલ,કોલેજ,સરકારી હોલ,હોસ્પિટલની સવલતો અદ્યતન બનાવવા માટે વધુ સરકાર સારો પ્રયાસ કરશે. વિશેષમાં શહેરમાં અનેક વિવિધ પ્રકારના શૈક્ષણિક વર્ગો તાલીમ શિબિરો યોજવાનું આયોજન કરવાની શક્યતા પ્રબળ સૂચવે છે.
માટે કહેવાય છે કચ્છડો બારેમાસ
[email protected]
