કોઈ ગીફ્ટ બોક્સમાં આવું મોકલે ખરું, જાણો ઉદ્યોગપતિને ગીફ્ટ બોક્સ એવું શું મળ્યું કે પોલીસ દોડી ગઈ

રવિ નિમાવત,મોરબી: વાંકાનેરના સરતાનપર રોડ પર પરની સેટ મેક્સ નામની ફ્લોર ટાઈલ્સ ફેક્ટરીના સિક્યુરીટી ગાર્ડને એક પરપ્રાંતીય શખ્સ ગીફ્ટ પેકિંગમાં બોક્સ આપી ગયો હતો અને બોક્સ મેઈન શેઠને આપવા જણાવ્યું હતું જેથી સિક્યુરીટી ગાર્ડ ગીફ્ટ બોક્સ ફેક્ટરી સંચાલક વિનોદભાઈ ભાડજા રહે મોરબી રવાપર રોડ વિદ્યુત સોસાયટી વાળાને ઓફિસમાં પહોંચાડ્યું હતું અને ગીફ્ટ બોક્સ વિનોદભાઈએ ખોલતા તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. કારણકે ગીફ્ટ બોક્સમાં કોઈ ગીફ્ટની આઈટમ ના હતી, પરંતુ વાયરો અને સર્કીટ જેવી શંકાસ્પદ વસ્તુઓ જોવા મળતા બોક્સનો ઘા કરી દીધો હતો અને તુરંત પોલીસને જાણ કરતા પોલીસ ટીમો દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી છે.

એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ દોડી ગઈ

શંકાસ્પદ વસ્તુના બોક્સ અંગે પોલીસને માહિતી મળતા એલસીબી, એસઓજી ઉપરાંત વાંકાનેર તાલુકા અને સીટી પોલીસની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી એટલું જ નહીં ઘટનાની ગંભીરતાને પગલે જિલ્લા એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

બોમ્બ સ્કવોડની મદદ પણ લેવાઈ

બોક્સમાંથી બોમ્બ બનાવવામાં ઉપયોગમાં લેવાય તેવો શંકાસ્પદ સામાન મળી આવ્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જેથી બોમ્બ સ્કવોડની ટીમની પણ મદદ લેવાઈ છે. સાંજે ૬ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ત્યારબાદ રાજકોટ બોમ્બ સ્કવોડ ટીમની મદદ માંગતા રાજકોટથી ટીમ રવાના થઇ હતી અને બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap