પંચમહાલ: જિલ્લાના શહેરાના નગરપાલિકાના હોલ ખાતે તાલુકાના ખેડૂતોને પિયત માટે દિવસે વિજળી આપવાની રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજના લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો.શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને અને પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયો હતો.અતિથી વિશેષ પદેથી સંબોધન કરતા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે. “દિવસે કામ અને રાત્રે આરામ મળે તે કુદરતી ક્રમને ધ્યાને રાખીને ખેડૂતોની સતત ચિંતા કરતી સરકારે કિસાન સૂર્યોદયની યોજના અમલમાં મૂકી છે.”
કિસાન સૂર્યોદય યોજનાના હેઠળ તાલુકાના 12 ગામોને દિવસે પિયત માટે વિજળી ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં બોરિયાવી, છોગાળા, ચોપડાખુર્દ, ગાંગડીયા, ખટકપુર ખોજલવાસા, મહેલાણ, મીરાપુર, નાડા, નાંદરવા, સગરાડા તેમજ સાજીવાવનો સમાવેશ થાય છે.
ગોધરા-લુણાવાડા રેલવે વ્યવહાર શરૂ થાય તે બાબતે સાસંદે કહ્યુ કે, ગુજરાતના હાર્દસમા પ્રવાસ ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી ટ્રેનસેવાઓથી જોડાઇ ગયુ છે.ત્યારે બે જીલ્લા મહિસાગર અને પંચમહાલ વચ્ચે બંધ પડેલી ટ્રેન શરુ કરવાની લોકમાંગ ઉઠવા પામી હતી.પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે ગોધરા-લુણાવાડા વચ્ચે રેલવે શરૂ થવા બાબતે પત્રકારો સાથેની વાતચીતમાંજણાવ્યુ કે ” મેં પોતે લોકસભામાં ગોધરા-લુણાવાડા રેલવે વ્યવહાર શરૂ થાય તે માટે પ્રયત્નો કર્યા છે,અને આવનાર દિવસોમાં વધુ પ્રયત્નો કરીશું. આ રેલવે વ્યવહાર શરૂ થાય તેવું મારૂ મંતવ્ય છે તેમજ બંને જિલ્લા હોવાથી રેલ સાથે સંકળાય તો વધુ વિકાસ થાય.તેમ જણાવ્યુ હતુ.”નોધનીય છેકે વર્ષો પહેલા ગોધરા અને લુણાવાડા વચ્ચે રેલસેવા ચાલતી હતી.ત્યારબાદ કોઇક કારણોસર તે બંધ થઈ ગઈ હતી.
કિસાન સુર્યોદય સમૃધ્ધિ કાર્યક્રમમાં શહેરાના અગ્રણી લોકપ્રતિનીધીઓ અંબાલાલ પટેલ, મગનભાઈ પટેલિયા, સ્નેહાબેન શાહ તેમજ જિલ્લા કલેક્ટરઅમિત અરોરા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. રાઠોડ, શહેરા પ્રાંત અધિકારી જયકુમાર બારોટ, મામલતદાર મેહુલ ભરવાડ તેમજ એમજીવીસીએલના વરિષ્ઠ અધિકારીઓ, કિસાનો સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
