અગાઉ લખ્યા મુજબ અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાશે તેના અનુસંધાનમાં અનેક જગ્યાએ ભૂકંપના ઝાટકા આવેલની અખબારી અહેવાલ જણાવે છે. દરેક મોટા પ્રાણીઓનો ગામડે કે, શહેરમાં ત્રાસ વધતો જશે તેના અનુસંધાનમાં હાલમાં દિન-પ્રતિદિન અનેકવિધ નગરોમાં પશુઓનો ઓચિંતાનો ત્રાસ વધતો જાય છે.
આજરોજ મકર રાશિમાં છ ગ્રહોના જમાવડો થતા મોટો અડ્ડો બની ગયેલ છે. જે તા. 12થી છૂટા પડતાં ગ્રહો હજુ આગળ વધશે જે કંઈક અંશે માંદગી,આર્થિક બાબતો કે સામાજિક અને માનસિક બાબતોમાં યેન કેન પ્રકારે શુભત્વ આપશે. ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મકરમાંથી કુંભમાં પ્રવેશ કરવાની સાથે સાથે અનેક સમીકરણોમાં ફેરફાર થતાજોવા મળશે.
વૈશ્વિક રીતે વાત કરીએ તો ઘણા પરદા પાછળના સત્યો સામે આવતા જોવા મળશે તેવો ગ્રહોની લાઈમ લાઈટ સૂચવે છે. ઇઝરાયેલથી લઈને અમેરિકા સુધીના દેશ આગામી સમયમાં તેમની વિદેશનીતિમાં ધરમૂળથી ફેરફાર કરતા જોવા મળશે. આતંકવાદ સહિતના અનેક મુદ્દે વધુ કડક પગલાં લેવાતા જોવા મળશે. આવતીકાલથી શરૂ થતી માધ નવરાત્રિ મહીલાઓ, સીનીયર સીટીઝન તથા જયોતિષીઓ માટે ચોક્કસ શુભપ્રદ બની રહેશે.
(જાણીતા જયોતિષી આશિષ રાવલ)
