મોટી દૂર્ઘટના થવાના એંધાણ ? મકરના શનિને કારણે જાણો શું શું થઇ શકે

શનિએ કળિયુગમાં સતયુગની અનુભૂતિ કરાવવા માટેનો એક શક્તિશાળી અતિ મંદ ગ્રહ છે. શનિએ ક્રિયાશીલ અને મંદગતિથી પરિવર્તન લાવનાર ગ્રહ ગણવામાં આવે છે. તે બાજુ બાજુની બે રાશિઓ મકર અને કુંભ પર સ્વામીત્વ ધરાવે છે. તે આળસુ અને વાયુ પ્રકૃતિનો ગ્રહ છે. નવ ગ્રહોમાં સૌથી મંદ ગણાતો શનિ ગ્રહ એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. શનિની ગતિની વિગત આ મુજબ છે.

મધ્યમ ગતિ 2 કળા દૈનિક છે. શીઘ્રગતિમાં 5 કળા દૈનિક છે. અતિચારી કે પરમ શીઘ્ર ગતિ ( 7-45-30)માં 180 દિવસ રહે છે અને અસ્ત નો (15°કાલાંશ) સુધી 36 દિવસ રહે છે. તુલા રાશિમાં તે ઉચ્ચનો અને મેષ રાશિમાં તે નીચનો થાય છે. ઉપરની હકીકતમાં મકર, કુંભ અને તુલામાં એટલે કે 7॥ વર્ષ તે બળવાન રહે છે. જાતકની જન્મ લગ્ન કુંડળીમાં જન્મનો શનિ શુભ ન હોય તેને સારું ફળ આપી શકતો નથી પણ શુભ અને બળવાન હોય તેને ઉન્નતિદાયક પણ થાય છે.

આ ઉપરાંત મકરનો શનિ જો પાંચમે હોય તો સંતાન બાધા, સાતમે હોય તો દાંપત્ય સુખમાં અવરોધ આપે છે. શનિ જ્યારે અગાઊ મકરમાં તા.01.02.1961થી
તા.17.09.1961 અને
તા.07.10.1961 થી
તા.27.01 .1963 સુધી રહ્યો હતો ત્યારે સાતમે મકરના શનિ વાળા જાતકોના કેસો છુટાછેડામાં પરિણમ્યા હતા. ભારત ઉપર પણ મકર રાશિનું આધિપત્ય છે. સ્વતંત્ર ભારતની કુંડળીમાં પણ શનિ અસ્તનો છે. શનિ મકર રાશિમાં જ્યારે જ્યારે રહ્યો છે તે સમય દરમ્યાન જે અસરો જોવા મળી હતી તેનુ અવલોકન પણ કરવા જેવું છે.

(અ)
11.04.31 થી 25.05.31 24.12.31 થી 14.03.34 – ઉત્તર હિન્દમાં પ્રચંડ ધરતીકંપથી પારવાર નુકશાન થયું હતું.

(બ)
01.02.61 થી 17.09.61 07.10.61 થી 27.01.64 – ચીન સાથે યુદ્ધ થયું.

(ક)
14.12.90 થી 05.03.93 – દરમ્યાન શેર કૌભાંડ તથા પ્રચંડબોંબ વિસ્ફોટથી મુંબઈ વિ. જગ્યા એ પારવાર તારાજી થઈ.

(ડ)
24.01.20થી શનિનો મકર પ્રવેશ હાલમાં ચાલી રહ્યો છે. જેની અસરથી સમગ્ર વિશ્વને કોરોના (COVID-19)એ ઝેરી નાગની જેમ ભરડામાં લીધું છે. મહાસત્તાઓમાં આંતરીક વિગ્રહ,અરસ-પરસની આર્થિક બાબતોની અથડામણ,ભારત દેશ બે પાડોશી દુશ્મન દેશો સાથે રણભૂમિની અથડામણોમાં, આવા અનેક બનાવો સમગ્ર વિશ્વમાં બની રહ્યા છે. વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને કોણ ક્યારે કોની ઉપર અણુ હુમલો કરશે તે તો આ મકરનો શનિ જ બતાવશે. 2021નું આખું વર્ષ શનિ મકરમાં જ રહેશે.

અગામી તા.14મી જાન્યુઆરી ’21ના દિવસે મકર રાશીમાં શનિ, ગુરુ, પ્લુટો તો હાજર જ છે. અને સૂર્ય, ચંદ્ર, બુધનો પ્રવેશ આમ 6 ગ્રહોનો જમાવડો થાશે અને મંગળ મહારાજ પોતાની સ્વરાશિ મેષમાં હશે એટલે પૃથ્વી તત્ત્વની મકર રાશિ ખુબ જ પ્રભાવિ થઈને ધરાને ધ્રુજાવી કે હલબલાવી નાખે એવાં એંધાણ દેખાય છે. આમાંથી લગભગ ગ્રહો ચન્દ્રનાં શ્રવણ નક્ષત્રમાં હોવાથી જળ આપત્તિ પણ આવી શકે છે. આ રીતે મકરનો શનિ જો યોગ કારક ના હોય તો શુભ ફળ આપી શકતો નથી.

(એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા ના કાયમી સદસ્ય કામિનીબેન લાખીયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap