વિનય પરમાર,રાજકોટ: શહેરમાં આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે PAASના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. બેઠક બાદ અલ્પેશ કથીરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરાતના પોલીસ સ્ટેશન ભાજપ કમલમના કાર્યાલય છે. 2 દિવસ પહેલા જે અલ્પેશ કથીરિયાનો વીડિયો વાઈરલ થયો હતો જે મામલે પોલીસે તેની અટકાયત કરી હતી. આ મામલે અલ્પેશે કહ્યું હતું કે,આ વીડિયો એક વર્ષ જૂનો છે
અલ્પેશ કથીરિયાની ધરપકડ બાદ આજે રાજકોટમાં નરેશ પટેલ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં 3 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ખોડલધામ રોજગાગીનું એક મંચ પૂરૂ પાડશે. જેથી યુવાનોને રોજગારી મળી રહી છે. આ સાથે જ જણાવ્યું હતું કે, બેઠકમાં કોઈ રાજકીય બાબતે ચર્ચા કરવામાં આવી નથી. ચૂંટણીના માહોલમાં PAASની ટીમ પ્રચાર માટે નીકળશે. આ સ્થિતિ જોતા સરકારને નુકસાન થશે. સાથે જ કહ્યું હતું કે PAAS આંદોલનમાં કેસ પરત ખેંચવા માટે સરકારે વચન આપ્યું હતું. પણ હજુ સુધ કેસ પરત ખેંચવામાં આવ્યાં નથી.
સુરતમાં કર્ફ્યુ વચ્ચે PAASના નેતા અલ્પેશ કથીરિયાની જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. અલ્પેશની બર્થડે પાર્ટીનું આયોજન કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કર્યું હતું. જેથી સમગ્ર મામલે અલ્પેશ કથીરિયા સહિત નિલેશની પણ પોલીસે ધરપકડ કરી હતી. જે મામલે કથીરિયાએ કહ્યું કે આ વીડિયો 1 વર્ષ જૂનો છે. જાહેર પ્લેટફોર્મનો વીડિયો વાઈરલ થયો છે.
