અંકશાસ્ત્ર પ્રમાણે જાણો શેર બજારની કેવી રહેશે સ્થિતિ ?

આવતીકાલે અંકશાસ્ત્ર મુજબ વિશિષ્ટ રચાઈ રહ્યો છે.જેમાં તારીખ ૨૧/૦૧/૨૦૨૧
દિનાંક ૨૧=૨+૧=૩= ગુરૂ
માસાંક ૧૧=૧+૧=૨= ચંદ્ર 
વર્ષાંક  ૨૦૨૧=૨+૦+૨+૧=૫=બુધ
ભાગ્યાંક ૨+૧+૦+૧+૨+૦+૨+૧=૯=મંગળ
વાર ગુરૂવાર હોવાથી વારંક ૩=ગુરૂ માટે ગણાશે.
આ તારીખ આવતા અંકો
ફકત ૦,૧,૨,૫,૮
રીપીટ અંકો ફકત ૧,૨
જેમાં અંક
૧=સૂર્ય
૨=ચંદ્ર
૩=ગુરૂ
૯=મંગળ

આજે સૂર્ય,ચંદ્ર સાથે ગુરૂ નો સંબંધ થવાથી અંકશાસ્ત્ર પ્રમાણે આવા દિવસે શેરબજારમાં મોટા ચઢાવ જોવા મળે ? તેમજ લાંબા ગાળાના રોકાણ કરવાથી ચોક્કસ લાભ થઈ શકે.આવા શુભ દિવસે કોઈપણ સારી જગ્યાએ પોતાની થાપણો કરજે મૂકી શકાય. મહત્વના દસ્તાવેજ કરી શકાય તેમજ નાના-મોટા તમામ સરકારી  કામકાજો પરિપૂર્ણ કરી શકાય.

વેપારીઓ માટે હોલસેલ ખરીદી તેમજ વેચાણ કરી શકાય આ ઉપરાંત બાકી ઉધરાણી માટે સંપર્ક કરી શકાય.તમામ પ્રકારના નાણાંકીય વ્યવહારો કરવામાં સારી સફળતા મળી શકે.ખાસ કરીને વિદ્યાર્થીવર્ગ ને વિદ્યા અભ્યાસમાં સફળતા મળે કારણ કે તમામ શુભ ગ્રહો નો સંબંધ થાય છે.આવા દિવસે જન્મેલ બાળક તીવ્ર બુદ્ધિશાળી બને.સમાજ, સોસાયટીમાં આધુનિક વિચારધારા સાથે તાત્કાલિક અસરથી ક્રાંતિકારી પરિવર્તન લાવે.આવા દિવસે જન્મેલ બાળકના જીવનમાં ડગલે ને પગલે નસીબ નો સાથ મળે.જેમનું જન્મ ઉંમર વર્ષ ૧,૨,૩,૫,૧૦,૧૧,૧૨,૧૪,૨૧,
૨૩,૩૦,૩૨,૪૧,૪૨,૪૯,૫૦,
૫૫,૬૫,૬૬
હશે તેમના માટે આવતીકાલ નો દિવસ યાદગાર બની રહે.
અગમ્ય બાબતો,ગુપ્ત વિદ્યા,જ્યોતિષ વિદ્યા,જાદુ,સનમોહન શક્તિ જાણવા મહત્વ નો દિવસ ગણાવી શકાય.

(જાણીતા જયોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap