આજે શુક્રવારથી શરૂ થતો જાન્યુઆરી મહિનો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે તે અંગે જણાવતા જ્યોતિષી આશિષ રાવલે કહ્યું હતું કે, દરેક વ્યક્તિના જીવન ઘડતરમાં ભાગ્યાંક (લકી નંબર) નું ખૂબ જ મહત્વ હોય છે. તે કેવી રીતે કાઢવો તે અંગે નીચે દ્રષ્ટાંત આપવામાં આવ્યો છે. દાખલા તરીકે મેધ જાનીની જન્મ તારીખ 05/01/2010 છે. હવે કુલ સરવાળો કરવો. (5+1+2+0+1+0)=9 થાય છે. આ અંકને ભાગ્યાંક કહેવામાં આવે છે. 9નો અંક મંગળનો ગણાય છે. તમારો ભાગ્યાંક શોધો અને તે મુજબ તમારો આગામી માસ કેવો રહેશે તે જ્યોતિષીએ જણાવ્યું હતું.
ભાગ્યાંક-1: રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી માન-સન્માન મળી શકે છે. નવા કાર્યમાં સારી સફળતા મળશે. લાલ કલરની પેન ખિસ્સામાં રાખવાથી વધુ ફાયદો જણાય.
ભાગ્યાંક-2: વેપાર-વ્યવસાયમાં સારી સફળતા મળશે. નવા મહત્વના નિર્ણયો મહિલા વર્ગ દ્વારા લેવાશે. બેન્કમાં નાની મોટી ડીપોઝિટ કરવાથી લાભદાયી નીવડશે.
ભાગ્યાંક-3: નવા ધાર્મિક કાર્યોમાં પૈસા ખર્ચ થશે. નવા રાજકીય મહાનુભાવની મુલાકાત થઈ શકે છે. ઓપન ઈસ્યુ તથા શેરબજારમાં નવું રોકાણ કરવાથી ધન પ્રાપ્તિ થઇ શકે.
ભાગ્યાંક-4: નવા કરારો કરવા માટે કાળજી રાખવી. જુના કાગળો ખોવાઈ શકે. નજીકના સગા-સંબંધી, સ્નેહી દ્વારા નવી- નવી ગિફ્ટ મળે. સોનામાં રોકાણ કરવાથી લાભ થઈ શકે.
ભાગ્યાંક-5: નવી નોકરી-ધંધો શરૂ થઈ શકે. આકસ્મિક સંદેશા વ્યવહાર દ્વારા શુભ સમાચાર મળશે. છેલ્લા સમયે મહત્વની મીટિંગ રદ થઈ શકે. કોઈપણ જગ્યાએ સહી કરવામાં ઉતાવળ ન કરવી હંમેશા વાંચીને સહી કરવી.
ભાગ્યાંક-6: નવી યોજનાઓમાં રોકાણો કરવામાં સાવધાની રાખવી. નવા ધંધામાં સફળતા મળશે. કોઈપણ જગ્યાએ વ્યવહારમાં ઉતાવળ થઈ શકે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધુ કરવો.
ભાગ્યાંક-7: કોર્ટ-કચેરીના ધક્કા આવી શકે. માનસિક રોગોમાંથી કંઈક અંશે મુક્તિ મળે. નવા રોકાણો આયોજનબધ તથા યોગ્ય વ્યક્તિની સલાહથી જ કરવા.
ભાગ્યાંક-8: નવા મિત્રો સાથે સંબંધો બગડે. નવા વેપાર-ધંધામાં પરિવર્તન આવશે. બેન્કમાંથી ચેક રિટર્ન થઈ શકે માટે સાવધાની રાખવી.
ભાગ્યાંક-9: વિદેશમાં રમત-ગમત ક્ષેત્રે નામ રોશન થાય. નવા અભ્યાસમાં સફળતા મળે. વડીલો સાથે મતભેદ રહી શકે. વડીલો દ્વારા મળેલ બક્ષિસ હંમેશાં સાચવીને રાખવી.
એ સિવાય જેમની જન્મ તારીખ 1, 2, 09, 11, 13, 14, 20, 22, 23, 25, 27, 29 હશે તેમના માટે પણ આ મહિનો ખૂબજ લાભપ્રથ બની રહેશે. જેમનો જન્મનો વાર સોમવાર, મંગળવાર, શુક્રવાર હશે તેને પણ સવિશેષ લાભપ્રદ બની રહેશે. જેમનો જન્મનો માસ ફેબ્રુઆરી, મે, નવેમ્બર, ડિસેમ્બર હશે તેમના માટે પણ યાદગાર બની રહેશે.
