અગાઉ લખ્યા મુજબ ચીન સાથે સંઘર્ષમાં બંને પક્ષે સૈનિકો ઘયલ થયા છે. અલબત મંત્રણાઓનો દોર ચાલુ હોવા છતાં ચોક્કસ નિષ્કર્ષ આવતો નથી જ !ચીનની દિન-પ્રતિદિન અવળચંડાઇએ ચાલુ જ છે ? વિશેષમાં જણાવવાનું કે અગાઉ લખ્યા મુજબ નેપાળમાં પણ અસ્થિરતા વધી રહી છે, તો કેતુના જળતત્વમાં આવ્યા પછી અત્રે લખ્યું હતું કે પાણીએ યુદ્ધના કારણમાં હશેએ મુજબ ચીન બ્રહ્મપુત્રા પર બાંધ બાંધી ભારતને પરેશાન કરવા માંગે છે.
તો અમેરિકા અને મિત્ર રાષ્ટ્રો ચીનને રોકવા સમુદ્રનો વિશેષ ઉપયોગ કરી રહ્યા છે. રાહુના શુક્રના ઘરમાં હોવાથી સીને જગત અને શો બિઝનેસ સાથે સંકળાયેલા લોકોમાં આત્મહત્યા અને અકસ્માતનું પ્રમાણ વધશેએ લખ્યા મુજબ એક્ટ્રેસ જયશ્રી રામૈયાએ આત્મહત્યા કરી છે.
હાલમાં મકર રાશિમાં ગ્રહોના જમાવડા વચ્ચે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થતાં ભાજપ અને કોગ્રેસ એમ બંને પક્ષોએ ચૂંટણીના મુરતિયાઓની વિધીવત પસંદગી શરૂ કરી લીધેલ છે. ગ્રહોના અભ્યાસ મુજબ સીનીયર સીટીઝન, યુવાન તથા મહીલાઓ એમ બધાને તક અપાશે? તેઓની પસંદગીમાં છેલ્લા સમય સુધી રસાકસી બની રહેશે. કદાચ છેલ્લા સમયે નવા ભાવિ ચહેરાને ટીકીટ મળી શકે!!અગામી તા.૧ ફેબ્રુ.માં રીલિઝ થનાર બજેટ ચોક્કસ પ્રજાલક્ષી રહેશે ! વિશેષ સુખ-સગવડો તથા સવલતો અપાશે.ડીઝીટલ બજેટ ડિકલેર કરે !!પ્રજાસત્તાક ની પૂર્વ સંધ્યાએ
વંદે માતરમ્,જય હિન્દ
જાણીતા જયોતિષી આશિષ રાવલ
