આગમના એંધાણ: ગુરુ અસ્ત થવાથી જાણો તમારા પર કેવી અસર થશે

19 જાન્યુઆરીના રોજથી ગુરુ મકર રાશિમાં 23 દિવસ માટે અસ્ત થશે. 7 જાન્યુઆરીના રોજ શનિ પણ પોતાની સ્વરાશિ મકરમાં અસ્ત થયો હતો. કોઈ પણ ગ્રહનું વક્રી કે અસ્ત(લોપ) હોવાનું સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી. 14 જાન્યુઆરીએ સવારે 8.15વાગ્યેથી મકરસંક્રાંતિની શરૂઆતની સાથે કમૂરતા પૂર્ણ થયું હોવાનું માનવામાં આવે છે. તેમજ તમામ શુભ કે માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે. પણ આ વર્ષે ગુરુઅસ્ત થવાથી શુભકાર્ય કરવામાં બરકત આવતી નથી. વિવાહ કરવા માટે ગુરૂ,શુક્રનું બળ હોવું અતિ આવશ્યક છે.

વડીલો અને નાના સભ્યો સાથે વાતચીત કરવામાં સાવધાની રાખવાની રહેશે. અન્યથા તમારા માન-સન્માનમાં કમી કે ઝઘડાઓ વધી શકે છે. અર્થતંત્રમાં આર્થિક મુશ્કેલીનો પારાવાર સામનો કરવાનો સમય બની શકે. આમ જનતામાં અકારણ નુકસાન,ધંધામાં ખોટ, ઉઘરાણી પણ ફસાઈ શકે છે.

નોકરીયાત વર્ગની આકસ્મિક નોકરી જઈ શકે કે પગાર કાપ પણ આવી શકે. નોકરીમાં વધુ જવાબદારીઓ પણ સોંપાઈ શકાય છે. મોટા રોકાણોમાં પૈસા ફસાઈ શકે.ખાસ કરીને નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. જીવનસાથી સાથે વાદ-વિવાદથી બચવું. જરૂરી ન હોય તો મકાન કે વાહન ખરીદવાનું ટાળજો.

સામાજિક બાબતોમાં તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ખોટા સાબિત થઇ શકે છે તેથી સમજી-વિચારીને કામ કરવું. યાત્રાધામમાં ચોરી,લુટફાટના પ્રસંગો બની શકે. નાના બાળકોના આરોગ્ય બાબતે ચિંતા રહી શકે છે. પ્રેમી-પંખીડાઓ માટે ભંગાણ થવાની શક્યતા રહેલી છે તેમજ ગુપ્ત શત્રુઓ વધી શકે. કબજિયાત, મધુપ્રમેહ,લકવા જેવી બિમારીથી પીડિત જાતકોએ વધુ તકેદારી રાખવી જોઇએ.

(જાણીતા જયોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap