નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021માં કરી આ મહત્વની જાહેરાતો, જાણો શું થયું મોંઘું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને સંસદમાં નાણાકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ સામાન્ય બજેટ આત્યંતિક આર્થિક પ્રવૃત્તિ અને અસામાન્ય પરિસ્થિતિમાં કોરોના મહામારીને કારણે રજૂ કરવામાં આવ્યું છે. આવકવેરામાં કોઈ ફેરફાર થયો નથી,વદ્ધોને રિટર્નમાં રાહત મળી છે. કેપિટલ ગેસ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણાકીય વર્ષ 22 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 6.8%, ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક -1.75 લાખ કરોડ છે.

બજેટ 2021 રજૂ કરતા નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કરી આ મહત્વની જાહેરાતો

•નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતી વખતે આરોગ્ય ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરી છે. સાથે આત્મનિર્ભર પેકેજથી સુધારાને વેગ મળ્યો છે. આવનારા સમયમાંબીજી બે કોવિડ વેક્સિન આવશે. પોલિટિકલ ઈકોનોમિક સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં સરકારે 27.1 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે.
•કેરળમાં NH પ્રોજેક્ટ માટે 65,000 Crની ફાળવણી કરી છે.
•પોષણ પર ફોકસ કરવામાં આવશે, ન્યુટ્રીશન 112 અસ્પરેશનલ જિલ્લામાં તેનાં પર ખાસ ધ્યાન અપાશે.જળ જીવન મિશન (અર્બન) લોન્ચ કરવામાં આવશે. WBમાં NH પ્રોજેક્ટ માટે 25,000 Crની ફાળવણી કરી છે.માર્ચ, 22 સુધીમાં 8,500 km હાઈવે ઓર્ડર આપવામાં આવશે.
•આસામમાં NH પ્રોજેક્ટ માટે 34,000 Crની ફાળવણી.
•FY22 માટે નાણાકીય ખાધનો લક્ષ્ય 6.8%
•પબ્લિક બસો માટે 18,000 કરોડની ફાળવણી
•રેલ્વે માટે 1.1 Lk Crની રેકોર્ડ ફાળવણી
• બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100% વિદ્યુતીકરણ
•ઈન્શ્યોરન્સમાં FDI રોકાણ મર્યાદા 74% કરાઈ
•સ્વતંત્ર ગેસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સ્થપાશે
•શિપિંગ કંપનીઓને સબસીડી અપાશે
•ઈન્શ્યોરન્સમાં FDI મર્યાદા 49% થી વધારીને 74%
•નાણામંત્રીએ આરોગ્ય બજેટ રૂ. 94,000 કરોડથી વધારીને રૂ. 2.38 લાખ કરોડની જાહેરાત કરી, શહેરી સ્વચ્છ ભારત મિશન માટે રૂ. 1,41,678 કરોડ પાંચ વર્ષમાં ખર્ચ કરાશે.
•રુરલ ઈન્ફ્રા ફંડ પર 40,000 Cr ફાળવ્યા.
•BPCL નું ડિસઈન્વેસ્ટમેન્ટ આગામી વર્ષે થશે.
•FY22 માટે PSB માટે 20,000 Cr ની ફાળવણી.
•FY22 માં LIC નો IPO આવશે.
•માઈક્રો ઈરિગેશનની ફાળવણી બમણી કરી 10,000 Cr
•એકલવ્ય સ્કૂલ માટે 38 Crની ફાળવણી
•FY22 માટે `16.5 Lk Crની ફાર્મ ક્રેડિટ લક્ષ્ય
•100 નવી સૈનિક સ્કૂલ ખોલશે
•દેશની વસ્તી ગણતરી ડિજીટલ પ્રક્રિયાથી કરાશે વસતી ગણતરી માટે 3768 કરોડ ફાળવાશે ડિજિટલ પેમેન્ટ પર સરકાર આપશે 1500 કરોડનું ઇન્સેનટિવ કોરોનાકાળને કારણે 2020માં વસ્તી ગણતરી મોકૂફ રહી, તમામ APMCને ઇન્ટરનેટથી જોડાશે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પર 50 હજાર કરોડનો ખર્ચ થશે.
•Natl Eduction Policy હેઠળ 15 હજાર સ્કૂલ સામેલ.
•રેલવે માટે 1 લાખ 10 હજાર કરોડની જોગવાઇ કરી છે. તમામ જિલ્લામાં ઇન્ટિગ્રેટેડ લેબ બનાવાશે. પર્યટક રૂટ માટે રેલવેનો નવો પ્લાન રજુ કરવામાં આવશે.બંગાળ હાઇવે પ્રોજકેટ પર 25 હજાર કરોડની ફાળવણી કરી છે.રાષ્ટ્રીય રેલ યોજના 2030 સુધી તૈયાર કરવામાં આવશે.
•દેશમાં 100 નવી સૈનિક શાળા ખોલાશે. લેહમાં સેન્ટ્રલ યુનિ.બનાવશે મોદી સરકાર,હાયર એજ્યુ.કમિશનની ઝડપી રચના કરાશે. દેશમાં 758 નવી એકલવ્ય સ્કુલો ખોલાશે.
•મોબાઈલ ફોન મોંઘા થઈ શકે છે, કસ્ટમ ડ્યુટી વધારીને 2.5%, કોપર પર ડ્યુટી 2.5% અને સ્ટીલ પર ડ્યુટી 7.5% ઘટી, સોના-ચાંદી-તાંબુ પર કસ્ટમ ડ્યુટી ઘટાડો કર્યો છે. ઓટો પાર્ટસ પર કસ્ટમ ડ્યૂટી વધારાઇ છે.
•સ્ટીલ પર કસ્ટમ જકાત 7.5 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. લોખંડ અને સ્ટીલ સસ્તું થશે.
•દેશની વસ્તી ગણતરી ડિજીટલ પ્રક્રિયાથી કરાશે. વસતી ગણતરી માટે 3768 કરોડ ફાળવાશે. ડિજિટલ પેમેન્ટ પર સરકાર આપશે, 1500 કરોડનું ઇન્સેનટિવ, કોરોનાકાળને કારણે 2020માં વસ્તી ગણતરી મોકૂફ રહી,તમામ APMCને ઇન્ટરનેટથી જોડાશે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પર 50 હજાર કરોડનો ખર્ચ થશે.
•ઓટો પાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ, સ્ટીલ પર કસ્ટમ જકાત 7.5 ટકા ઘટાડાઇ, લોખંડ અને સ્ટીલ સસ્તું થશે.ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં.
•નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં.સોના-ચાંદી સસ્તું થવાની શકયતા.
•75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત કરી છે. 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગુ નહીં, માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ. સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ છે.
•31 માર્ચ 2022 સુધી સ્ટાર્ચઅપ ટેક્સમાં છુટ આપી છે. વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ આપવામાં આવી છે. ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું છે. સેન્સેકસમાં 2000 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap