પંચમહાલ: શહેરાના બામરોલી ગામના BSFના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, જુઓ તસવીરો

પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકામા બામરોલી ગામના રમેશભાઈ લક્ષ્મણભાઈ બરજોડ જે પોતે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા. જ્યા તેમનુ પરેડ દરમિયાન ચક્કર આવતા તે ફસડાઈ જતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જ્યા તેમને તબીબે મૃત ઘોષિત કર્યા હતા.તેમનો પાર્થિવદેહને માદરે વતન બામરોલી ખાતે લાવામા આવ્યો હતો. જ્યાં તેમના તમામ લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામા આવી હતી.

પંચમહાલ: શહેરાના બામરોલી ગામના BSFના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, જુઓ તસવીરો

અંતિમ વિદાય આપવા માટે ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારમાથી મોટી સંખ્યામા યુવાનો તેમજ ગ્રામજનો ઉમટી પડ્યા હતા.તેમનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન થયો હતો.

પંચમહાલ: શહેરાના બામરોલી ગામના BSFના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, જુઓ તસવીરો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામના વતની રમેશભાઈ લક્ષ્મણભાઈ બરજોડ યુવાવયેથી દેશસેવા પ્રત્યે અજોડ પ્રેમ ધરાવતા હતા. માત્ર 19 વર્ષથી વયે તેઓ દેશની સેવા માટે સીમા સુરક્ષા દળમાં જોડાયા હતા. તેમને એનએસજી કમાન્ડો તરીકે પણ સેવા આપી છે.

પંચમહાલ: શહેરાના બામરોલી ગામના BSFના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, જુઓ તસવીરો

હાલમાં તેઓ બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા ખાતે આવેલા 37બટાલીયનમાં ફરજ બજાવી રહ્યા હતા. જ્યા પરેડ દરમિયાન તેઓ પડી જતા તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યા ત્યારબાદ તેમને હાજર તબીબે મૃત જાહેર કર્યા.તેમના અવસાન થયાની જાણ તેમના પરિવારમા.તેમના પત્નિ અને ત્રણ બાળકોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

પંચમહાલ: શહેરાના બામરોલી ગામના BSFના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, જુઓ તસવીરો

ગુરુવારે મોડી રાતે તેમના પાર્થિવદેહને માદરેવતન બામરોલી ખાતે તેમના નિવાસસ્થાને લઈ જવામા આવ્યો હતો. ત્યારબાદ શુક્રવારે તેમને ગાર્ડઓફ ઓનર સાથે અંતિમવિદાય આપવામા આવી હતી. શહેરા પોલીસ મથકના પી.આઈ.એમ.આર.નકુમ દ્વારા પુ્ષ્પાજલી આપીને સલામી રમેશભાઈને સલામી આપવામા આવી હતી.તેમના પાર્થિવદેહ ઉપર તિંરગો મુકવામા આવ્યો હતો.તેમની અતિમયાત્રામાં 37બટાલિયનના અધિકારીઓ અને જવાનો પણ હાજર રહ્યા હતા.

પંચમહાલ: શહેરાના બામરોલી ગામના BSFના જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, જુઓ તસવીરો

દેશભકિતના ગીતો સાથે રમેશભાઈ તુમ અમર રહો, ભારત માતા કી જય ના નારા સાથે અંતિમયાત્રા નીકળી હતી.રસ્તામા આવતા સૌકોઈ આ જવાનના પાર્થિવદેહને ભારે હૈયેવિદાય આપતુ નજરે પડતુ હતુ.બામરોલી ગામના તળાવ કિનારે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.દેશની રક્ષા કરતા કરતા પોતાનો જીવ ગુમાવનાર જવાન રમેશચંદ્રને ભારે હૈયે વિદાય આપવામા આવી હતી.તેમના પરિવારજનોદ્વારા પાર્થિવદેહને અગ્નિદાહ આપવામા આવ્યો હતો તેમનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap