સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ઉમેદવારોએ વાજતે ગાજતે પોતાના સર્મથકો સાથે ફોર્મ ભર્યા

પંચમહાલ: જિલ્લામાં,તાલુકા પંચાયત જીલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ઉમેદવારોએ વાજતે ગાજતે પોતાના સર્મથકો સાથે ફોર્મ ભર્યા

શહેરાની પ્રાન્તકચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી શરુ કરવામા આવી છે. ભાજપ દ્વારા ગતરોજ ઉમેદવારી જાહેર થતા આજે ઉમેદવારો પોતાના સર્મથકો તેમજ ટેકેદારો સાથે ઢોલનગારા સાથે વાજતેગાજતે ફોર્મ ભર્યા હતા. જિલ્લા અને તાલુકા પંચાયત માટે ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જિલ્લા પંચાયતની બેઠક માટે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરવામા આવ્યા હતાં.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ઉમેદવારોએ વાજતે ગાજતે પોતાના સર્મથકો સાથે ફોર્મ ભર્યા

નગરપાલિકાની બેઠક માટે અપક્ષ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા.શહેરા નગરપાલિકાની ચૂંટણી આ વખતે અપક્ષ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ બની રહેવાની છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે તંત્ર દ્વારા ઉમેદવાર હેન્ડ વોશ સેનેટાઇઝ કરી થર્મલગનથી તાપમાન પણ માપવામા સહિતની વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાને લઈને સેવાસદન ખાતે ચૂસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap