અમરેલી-બગસરામાં જર્જરિત મકાનથી સ્થાનિક લોકોમા ભયનો માહોલ

રાજેશ દેથલીયા, અમરેલી: જિલ્લાના બગસરામાં પારેખ શેરી આવેલ છે. આ શેરીમાં તુલજા ભાવની માતાજીનું મંદિર છે. તેમજ 60 લોકો આ જર્જરિત મકાનની બાજુમાં રહે છે. સ્થાનિક લોકો એ તા 8/10/2020એ પ્રાંત ઓફીસ ધારી તેમજ મામલતદાર બગસરા તેમજ સિફઓફિસર બગસરા તેમજ એસપી સાહેબ અમરેલીને લેખિત આપવામાં આવી છે.

આ શેરીમાં 5 મકાનની હાલત એટલી ખરાબ થઈ ગયેલ છે કે ગમે તે ઘડીએ પડે તેવી સ્થિતિમાં છે. તેમજ આ વિસ્તારમાં તુલજા ભાવની માતાજીનું મંદિર પણ આવેલ છે. જેમાં સોની પરિવારના લોકો પણ દર્શન કરવામાટે આવે છે અને ભય અનુભવે છે. તેમજ આ વિસ્તારમાં 12 લોકોના મકાન પણ આવેલ છે અને નાના મોટા 60 લોકો આ શેરીમાં રહે છે. જેમાં બાળકો પણ બહાર નીકળતા ભય અનુ ભવે છે.

તો સ્થાનિક લોકોની માંગ છે કે, આ જર્જરિત મકાનને પાડી અને આ શેરી ને ભય મુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap