અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મૉડર્નાની કોરોના વેક્સિનને ઈમજન્સી યુઝ માટે મંજૂરી મળી ગઈ છે. જણાવી દઈએ કે, FDA પહેલા પણ કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ફાઈઝર-બોયોએનટેકની વેક્સિનને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી.
વેક્સિનને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “અભિનંદન, મોડર્ના વેક્સિન હવે ઉપલબ્ધ છે.”
મોડર્નાના વેક્સિને વધુ સારી જાળવણી વિકલ્પ માનવામાં આવે છે કારણ કે તેને કમર્શિયલ ડીપ ફ્રીઝર્સમાં માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ રાખી શકાય છે. જ્યારે ફાઈઝર વેક્સિનને માઈનસ 70 ° સે રાખવી પડે છે. આ સિવાય મોડર્નાની લાંબી શેલ્ફ-લાઇફ વિતરણ પણ સરળ બનાવશે.
મોડર્ના અને ફાઇઝર બંનેની વેક્સિન mRNA ટેક્નોલોજી પર આધારિત છે. આ ટેક્નોલોજી હ્યૂમન સેલ્સને કોરોના વાયરસના સરફેસ પ્રોટીન બનાવવા જેનેટિકને નિર્દેશ આપીને કામ કરે છે, જે વાસ્તવિક વાયરસને ઓળખવા માટે ઈમ્યૂન સિસ્ટમને પ્રશિક્ષિત કરે છે.
અસર વિશે વાત કરીએ તો બંને વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં લગભગ 95 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.
