ખેડૂત આંદોલનનો 27મો દિવસ, સરકારના વાતચીતના આમંત્રણ પર ખેડૂતો જાણો શું નિર્ણય લેશે

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 27મો દિવસ છે. કડકડતી શિયાળો અને ઘટી રહેલા પારા તેમજ કોરોનાના જોખમ વચ્ચે 26 નવેમ્બરથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીમાં વિવિધ વોર્ડર પર મક્કમ છે. મોટી સંખ્યામાં ખેડૂતો સિંધુ, ટિકરી, પલવલ, ગાઝીપુર સહિત અનેક સ્થળો પર આંદોલન કરી રહ્યાં છે.

સાથે ખેડૂત નેતાઓ વાતચીત માટે સરકારના આમંત્રણ અંગે નિર્ણય લેશે. સરકાર સાથે વાત કરવા ખેડૂત નેતાઓ આજે મળવાના છે. આ બેઠકમાં પંજાબ અને રાષ્ટ્રીય ખેડૂત સંગઠનોના નેતાઓ ભાગ લેશે. આ બેઠકમાં આ નેતાઓ સરકાર સાથે વાત કરશે કે નહીં તે નિર્ણય લેશે.

જણાવી દઈએ કે,રવિવારે રાત્રે સરકાર તરફથી સરકારને આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે 40 ખેડૂત સંગઠનોને સંબોધિત એક પત્ર લખીને તેમને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે,ખેડૂત સંગઠનો તેમની પસંદગીની કોઈપણ તારીખ પસંદ કરી શકે છે. આવી સ્થિતિમાં અપેક્ષા રાખવામાં આવે છે કે ખેડૂત સંગઠનોની આજની બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

ખેડૂત નેતાઓ કહે છે કે, જો સરકાર નક્કર સમાધાન રજૂ કરે તો તેઓ હંમેશા વાટાઘાટો કરવા તૈયાર છે, પરંતુ દાવો કર્યો છે કે, વાતચીત માટેની આગામી તારીખ અંગે કેન્દ્રના પત્રમાં કંઈપણ નવું નથી. ભારતીય ખેડૂત સંઘ (ભાકિયુ)ના નેતા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે, સરકારે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તે નવા કૃષિ કાયદામાં સુધારો કરવાની અગાઉની દરખાસ્ત અંગે વાત કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap