કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસે પણ સિંધુ બોર્ડર હુજુ ચક્કાજામ છે. હવે ખેડૂતોનું પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યું છે, સરકાર સાથે ઘણી બધી થયેલી ચર્ચાઓમાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ખેડૂત સંગઠનોએ દિલ્હી-જયપુર રાષ્ટ્રી રાજમાર્ગ પર ટ્રાફિક જામ કરવાની ચેતવણી આપી છે સાથે ટોલ પ્લાઝા પર ધરાવ કરવાની પણ ચેતવણી આપી છે.
ખેડૂતો હવે કોઈ પણ પ્રકારે દિલ્હી છોડવા તૈયાર નથી. ખેડૂતોએ ગાળની પૂર્ણ તૈયારી કરી લીધી છે. શનિવારે 12 ડિસેમ્બરે ખેડૂતોએ દિલ્હી-જયપુર હાઈવે, આગરા-દિલ્હી હાઈવે બંધ કરવા અને બીજેપી નેતાઓની ઓફિસો પર ઘેરાવ કરવા અને અદાણી-અંબાણી વિરુદ્ધ પ્રદર્શનના અનેક કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યા છે.
એવુ જણાઈ રહ્યું છે ધીમે-ધીમે દિલ્હી બોર્ડરને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવશે. ખેડૂતોનું કહેવુ છે કે, જો સરકારે પ્રસ્તાવમાં માન્યુ છે કે, આ કાયદામાં ખામીઓ છે,તો તેઓ કેમ કાયદો પાછો ખેંચતા નથી. સાથે એમએસપીને લઈને કાયદાની માંગ કરવામાં આવી રહી છે.
ખેડૂતો મજુરો સંઘર્ષ કમિટી પંજાબના સુખવિન્દર સિંહ સભરાએ કહ્યું કે, આંદોલન વધુ મજબૂત થશે. રાજસ્થાન,મહારાષ્ટ અને મધ્ય પ્રદેશછી ટ્રેક્ટર આવી રહ્યા છે. ખેડૂત આંદોલનને લઈને હવે સરકારનું વલણ સાફ થઈ ચુક્યું છે. સરકાર કોઈ પ્રકારે કૃષિ કાયદો પાછો ખેંચવા માંગત નથી.
આ માટે કૃષિમંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ સિવાય અનેક મોરચે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, ખેડૂતોએ પણ નિર્ણય લીધો છે કે તેઓ પીછેહઠ નહીં કરે અને દિલ્હીને તેમને સંપૂર્ણ રીતે ગૂંગળાવી દેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. આ મામલો પણ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
