ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો. જેના પર હવે ખેડૂતોએ પોતાનો જવાબ આપ્યો છે. ખેડૂત સંગઠનોએ આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમની માંગ ત્રણેય કાયદાને રદ કરવાની છે.
ક્રાંતિકારી ખેડૂત યૂનિયનના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું કે,અમે સરકારની પ્રસ્તાવને નકારી કાઢીએ છીએ.
ખેડૂતોએ હવે પોતાની યોજના આગળ જણાવી જણાવ્યું હતું કે, આંદોલનને વધુ વેગવાન બનાવવામાં આવશે. ખેડૂતોએ કહ્યું કે,આ દરખાસ્ત ભારત ભરના ખેડૂતોનું મોટું અપમાન છે. ભાજપ સરકારના પ્રસ્તાવમાં કશું નવું નથી, તેનાથી ઉલ્ટાનું સરકાર એક-બે બાબતો પર પાછાળ હટી છે. ખેડૂત નેતાઓએ જણાવ્યું-
•જયપુર દિલ્હી હાઇ-વે 12 ડિસેમ્બર સુધી બંધ રહેશે.
•12 ડિસેમ્બરે દેશભરમાં ટોલ પ્લાઝા મુક્ત થશે.
•અમારે આ કાયદો રદ કરાવવો છે અને એમએસપી પર ગેરંટીનો કાયદો જોઈએ છે
•14 ડિસેમ્બરે દેશભરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે.
•રિલાયન્સ વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે, જિઓ સિમ પોર્ટ કરાશે.
•અંબાણી અને અદાણીની દરેક કંપનીને બોયકોટ કરવામાં આવશે.
•દેશભરમાં ભાજપના નેતાઓની કચેરીઓ પર પ્રદર્શન કરવામાં આવશે.
