સરકાર સાથે વાતચીત માટે ખેડૂતો તૈયાર, જાણો કઈ તારીખ યોજાશે બેઠક

છેલ્લા એક મહિનાથી દિલ્હીની બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો હવે ફરી એકવાર સરકાર સાથે વાત કરવા તૈયાર થયા છે. સરકારના નવા પત્ર બાદ ખેડૂત સંગઠનોએ એક બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ બેઠક 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે યોજાશે. આ સંદર્ભે, ખેડૂતોએ સરકારને લેખિત જવાબ આપ્યો છે. આના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને એક પત્ર લખીને બેઠકની તારીખ અને સમય જણાવવાનું કહ્યું હતું, સરકાર દરેક મુદ્દા પર વાતચીત કરવા તૈયાર છે.

જાણાવી દઈએ કે, અમિત શાહને મળ્યા બાદ ખેડૂતોએ નિર્ણય લીધો હતો કે, હવે સરકાર સાથે વધુ વાતચીત કરવામાં આવશે નહીં, કારણ કે દરેક વખતે સરકાર કાયદામાં સુધારો કરવાની જ વાત કરે છે. ખેડૂતોની માંગ છે કે, નવા કૃષિ કાયદા રદ કરવામાં આવે. ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત પણ મોકલવામાં આવી હતી, જેને ખેડૂતોએ નકારી કાઢી હતી.

ત્યાર બાદ ઘણા પત્રો લખ્યા હતા અને ખેડૂતોને બેઠક કહેવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતોએ કહ્યું હતું કે સરકાર ફરીથી તે જ રિપીટ કરી રહી છે, જ્યારે હવે તેઓ કાયદા રદ કરવા માટે વાતચીત કરવાની છે.

જો કે, હવે કેન્દ્રના નવા પત્રને લઈને ખેડૂતો બેઠક માટે તૈયાર છે. પરંતુ તેમનું કહેવું છે કે આ બેઠકમાં એમએસપી પરની ગેરંટી અંગે ચર્ચા થવી જોઈએ. એમ પણ કહ્યું કે, તેમના કાયદા રદ કરવાની માંગ અકબંધ છે. આ બેઠકમાં રદ કરવાની પ્રક્રિયા પર ચર્ચા થવી જોઈએ.

કૃષિ કાયદાને લઈને સરકારનો વિરેધ કરી રહેલા ખેડૂતોને વાતચીત તેમને આમંત્રણ આપી રહ્યું છે, પરંતુ બીજી તરફ કાયદા તરફી ખેડૂત સંગઠનો સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે. આ સંગઠનો સાથે વાત કર્યા પછી, તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું છે કે, ખેડૂતોએ તેમને કહ્યું છે કે કાયદામાં સુધારાને લઈને સરકારને કોઈપણ પ્રકારના દબાણમાં આવવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap