ખેડૂત આંદોલનનો 31મો દિવસ, શું કેન્દ્ર સરકાર આજે ખેડૂતોની વાત સાંભળશે ?

એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે અને નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલન યથાવત છે. શનિવારે ફરી એકવાર ખેડૂત સંગઠનોની બેઠક થવાની છે, ખેડૂત યૂનિયને જણાવ્યું હતું કે, શનિવારની બેઠક બાદ વાતચીત ફરી શરૂ કરવા કેન્દ્રના આમંત્રણ અંગે ઔપચારિક નિર્ણય લેવામાં આવશે.

છેલ્લા ત્રીસ દિવસમાં, દિલ્હીમાં ખેડૂતો વિવિધ બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતોએ એક રીતે ચાલતી-ફરતી કોલોની બનાવી દીધી છે. આ મોબાઇલ કોલોનીમાં ખાણી-પીણીથી માંડીને સારવાર અને દવા સુધીની દરેક પ્રકારની વ્યવસ્થા છે. મતલબ કે આંદોલનને આગળ વધારવા માટે ખેડૂત હજી પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. એટલું જ નહીં, આંદોલન વિરુદ્ધ ચાલી રહેલા ‘હેટ એન્ડ ફેક ન્યૂઝ’નો સામનો કરવા માટે ખેડૂતોએ પોતાનો આઈટી સેલ બનાવ્યો છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે ગુરુવારે વિરોધ કરી રહેલા ખેડૂત યુનિયનને પત્ર લખીને ફરી વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.

સિંઘુ બોર્ડર પર વિરોધ કરી રહેલા એક વિરોધ પ્રદર્શનકારે કહ્યું કે મોદી સરકારને આ 3 કાળા કાયદાને રદ કરવા વિનંતી કરી રહ્યા છે, જે લોકો અમને આતંકવાદી કહે છે, અમે આતંકવાદી નથી. જ્યારે આપણે હિન્દુઓ માટે લડતા હોઈએ છીએ, ત્યારે આપણે દેવદૂત હોઈએ છીએ અને જ્યારે આપણે આપણી જાત માટે લડતા હોઈએ છીએ ત્યારે આપણને આતંકવાદી કહેવામાં આવે છે…અમે ખેડૂત છીએ, આતંકવાદી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap