દિલ્હીમાં ખેડૂતોનું પ્રદર્શન હજુ યથાવત છે, સરકારની અપીલ બાદ પણ ખેડૂતોન તેમની માંગણીઓ પર અડગ છે. કૃષિ કાયદા સામે બુરાડી નિરંકારી સમાગમ ગ્રાઉન્ડમાં ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે. એક વિરોધ પ્રદર્શનકર્તાએ કહ્યું, “અમારે અહીં રોકાવાનો કોઈ ફાયદો નથી, હજી કોઈ પૂછવા આવ્યો નથી. અમે અહીં રોકાવા આવ્યા નથી, દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવાશે, તે પછી આ લોકો સાંભળશે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે તેઓ આ દેશની રાજધાનીમાં પ્રવેશવાના પાંચેય માર્ગો બંધ કરી દેશે.
દિલ્હી-યુપી બોર્ડર પર અડગ ખેડૂતો
નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં દિલ્હી-યુપી બોર્ડર પર ખેડૂતો અડગ થઈને ઉભા છે. એક વિરોધ પ્રદર્શનકર્તાએ કહ્યું, “જ્યારે તમામ બેઠક હંમેશા જંતર-મંતર પર યોજાય છે, તો પછી ખેડૂતને જંતર-મંતર પર કેમ જવા દેતા નથી? નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અહીં રહીશું.
ગાઝિયાબાદ અને ગાઝીપુરને જોડતી સરહદ પર મોટી સંખ્યામાં ખેડૂતોએ પડાવ કર્યો છે. ગઈકાલે રાત્રે, મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ કાયદાના વિરોધમાં, રસ્તાઓ પર વિરેધ કરી રહ્યા છે.
ખેડૂતોના વિરોધને કારણે લોકોને દિલ્હી-બહાદુરગ રોડ પર ટિકરી બોર્ડર પર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ટ્રાફિક અવરજવર બંધ છે.
રાહુલ ગાંધી પીએમ મોદી સરકાર પર પ્રહાર કર્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ એક વીડિયો શેર કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. મોદી સરકારે ખેડૂત પર અત્યાચાર ગુજાર્યો – પહેલા કાળા કાયદા બાદમાં ચલાવ્યા ડંડા, પરંતુ તેઓ ભૂલી ગયા કે ખેડૂત અવાજ ઉઠાવશે ત્યારે ખેડૂત ભાઈ-બહેનોના શોષણ સામે તેનો અવાજ દેશભરમાં ગુંજી ઉઠશે.
શિવસેનાના નેતા સંજય રાઉતે સરકાર પર પ્રહાર કર્યા
તમે ખેડૂતો પર ખૂબ બળનો પ્રયોગ રહ્યા છો, તમે આંસુ ગેસ ફેકી રહ્યા છો, તમે ડંડાઓ વરસાવી રહ્યા છો, તમે બંદૂકો લઈને ઉભા છો. જો તમે ચીનની સરહદ પર આ બળનો ઉપયોગ કરો છો, તો ચીની લદાખમાં પ્રવેશ કરશે નહીં.
ખેડૂત આંદોલનનું નિરાકરણ લાવવા નડ્ડાના ઘરે બેઠક
સરકાર દ્વારા ખેડૂતોના આંદોલનને હલ કરવાના પ્રયત્નો તીવ્ર બન્યા છે. મોડી રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરે અગત્યની બેઠક યોજાઈ હતી. હૈદરાબાદથી નવી દિલ્હી પહોંચતાની સાથે જ ગૃહમંત્રી અમિત શાહ આ બેઠકમાં સામેલ થયા. આ બેઠકમાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ હાજર હતા. ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ખેડૂતોને બુરાડીના નિરંકારી મેદાન તરફ સ્થળાંતર કરવાની અપીલ કરતા કહ્યું હતું કે બુરાડીમાં નિર્ધારિત મેદાનમાં સ્થળાંતર થયાના બીજા જ દિવસે સરકાર વાટાઘાટો કરશે. ગૃહ સચિવે પણ ખેડૂત આગેવાનોને પત્ર મોકલ્યો હતો, પરંતુ ખેડૂત સંગઠનોએ રવિવારે બુરાડી ગ્રાઉન્ડ ખાતે ભેગા થવાની સરકારની અપીલ ફગાવી દીધી હતી. ખેડૂતોનું કહેવું છે કે તેઓએ વાટાઘાટ માટે કોઈ શરત સ્વીકારી નથી.
