ખેડૂત આંદોલન: ટિકરી બોર્ડર પર ખેડૂતોના સમર્થનમાં વકીલે કરી આત્મહત્યા, PMને લખ્યો પત્ર

દિલ્હીમાં ખેડૂત વિરોધ પ્રદર્શનમાં સામેલ પંજાબના વકીલ અમરજીત સિંહ રાયે આપઘાત કરી લીધો છે. અમરજીત પાસેથી પણ બે સુસાઇડ નોટ મળી છે, જેમાં તેમણે કૃષિ કાયદાઓને ‘કાળો કાયદો’ ગણાવ્યા હતા અને લખ્યું છે કે, આને કારણે ખેડૂત અને મજૂરો ‘છેતરાયા’ હોવાનું અનુભવે છે. અમરજીતનું મોત બોર્ડર પર થયું, જ્યાં તે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યો હતા.

એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર,16 ડિસેમ્બરથી ટિકરી બોર્ડર પર અમરજીત સાથે કેમ્પ કરી રહેલા રામ કુમાર મુનશીએ જણાવ્યુ હતું કે,અમરજીતને પહેલા તાત્કાલિક બહાદુરગ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારબાદ તેને પીજીઆઈએમએસ રોહતક લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરો તેને મૃત જાહેર કર્યો. રિપોર્ટ અનુસાર અમરજીતનાં પરિવારે તેમની ઉંમર 63 વર્ષની હોવાનું જણાવ્યું છે.

રિપોર્ટ અનુસાર,અમરજીતે જે બે પત્રો આપ્યા હતાં. તેમાંથી એક, જલાલાબાદ બાર એસોસિએશનના એસડીએમ જલાલાબાદને એક પત્ર છે, જેણે ખેડૂતોના શાંતિપૂર્ણ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. બીજો પત્ર પીએમ મોદીને અમરજીત સિંહ તરફથી લખવામાં આવ્યો છે, જેના પર 18 ડિસેમ્બર 2020ની તારીખ લખેલો છે.

પીએમને લખેલા પત્રમાં કૃષિ કાયદાને કાળા કાયદો ગણાવ્યા છે. એક રિપોર્ટ અનુસાર,આ પત્ર લખે છે કે, “ખેડૂતો અને મજૂર જેવા સામાન્ય લોકો તમારા ત્રણ કાળા કૃષિ બીલોથી છેતરપિંડી થઈ તેવું અનુભવે છે. જનતા મત માટે નહીં પણ તેમના પરિવારો અને પેઢીઓની આજીવિકા માટે રોડ અને રસ્તાઓ પર છે. કૃપા કરીને કેટલાક મૂડીવાદીઓ માટે ખેડૂતો, મજૂરો અને સામાન્ય લોકોની રોટલી ન છીનવો અને તેમને સલ્ફાસ ખાવા માટે મજબુર ન કરો. સામાજિક રીતે, તમે જાહેરમાં અને રાજકીય રીતે SAD જેવા પોતાના સહયોગી દળો સાથે વિશ્વાસઘાત કર્યો છે. હુ તમારા વિવેકને હલાવવા માટે આ વિશ્વવ્યાપી આંદોલનના સમર્થનમાં હું બલિદાન આપું છું. ભારતીય ખેડૂત મજૂર જનતા જિંદાબાદ.

આત્મહત્યાના વધુ બે કેસ

આત્મહત્યાના વધુ બે ઘટના ખેડૂત વિરોધ સાથે સંબંધિત હોવાનું મનાય છે. પંજાબના દયાલપુરા મિર્ઝા ગામનો 22 વર્ષીય ખેડૂત ગુરલભ સિંહ 18 ડિસેમ્બરે સિંઘુ બોર્ડરથી પરત આવ્યો હતો. બીજા દિવસે તે આત્મહત્યાથી મૃત્યુ પામ્યો હોવાના માહિતી છે. એર ન્યૂઝ રિપોર્ટ અનુસાર પોલીસે કહ્યું કે,તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. તેની આત્મહત્યા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.

પંજાબના કરનાલથી 16 ડિસેમ્બરના રોજ એક શીખ સંતનું આપઘાટ કર્યો હતો. આપઘાત પૂર્વે તેમણે ખેડૂત આંદોલન પ્રત્યેના સરકારના વલણનો ઉલ્લેખ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap