ખેડૂત આંદોલન અપડેટ: ખેડૂતોએ અધિકારીઓને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ

કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલનનો આજે 26મા દિવસ છે. દરમિયાન કેટલાક ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે કે, ઉત્તર પ્રદેશના જુદા-જુદા જિલ્લાઓમાં ખેડૂતોને પરેશના કરીને તેમના ટ્રેક્ટર અને ટ્રોલી છીનવી લેવામાં આવી રહ્યા છે. સાથે મળીને પ્રદર્શનમાં ભાગ લેવા આવતા ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા છે.

આ સમસ્યાઓને લઈને ખેડૂતોએ પ્રશાસન સાથે વાતચીત કરી હતી અને તેમણે 24 કલાકની અંદર તેમણે નિર્ણય લેવાનું કહ્યું છે. આવુ ન કરવાની સ્થિતીમાં ખેડૂતોનું કહેવું છે કે, તે ગાજીપુર બોર્ડરની પાસે નેશનલ હાઈ-વે 24બીજ બાજુથી બંધ કરી દેવાની ચેતવણી આપી છે.

રવિવારે ખેડૂત નેતા વી.એમ.સિંહે ગાઝિયાબાદ બોર્ડર પર ગાઝિયાબાદ પ્રશાસન સાથે વાત કરી હતી. સિંહે ગાઝિયાબાદ અને અન્ય જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ગાઝિયાબાદના એડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહ અને એસપી સિટી 2 જ્ઞાનેન્દ્ર કુમાર સિંહ ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા બોર્ડર પર પહોંચ્યા હતા.

ખેડૂત આગેવાન વી.એમ.સિંહે અધિકારીઓને જણાવ્યું હતું કે,જેખેડૂત ટોપી, બેજ અને ધ્વજ લઈ જતા ધરણા પર જોડાવા દેતા નથી. તેમને જિલ્લાની વિવિધ બોર્ડક પર અટકાવવામાં આવી રહ્યા છે. સાથે જે લોકો અહીંથી પાછા ઘરે જઈ રહ્યા છે, વહીવટી તંત્ર તેમની ટ્રેક્ટર ટ્રોલી કબ્જે કરી રહ્યું છે. તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

ગાઝિયાબાગ એડીએમ શૈલેન્દ્ર કુમારે સિંહ જણાવ્યું હતું કે,ખેડૂતો કેટલીક સમસ્યાઓ આ આવી રહી છે, જે આજ અમે સાભળ્યું છે. અમે જલ્દી અધિકારીઓ સાથે વાત કરીને સમસ્યાઓનું સમાધાન નિકાળી છું. જોકે, તેમને ગાઝિયાબાદ પ્રશાસન સાથે કોઈ સમસ્યાઓ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap