દિલ્હીમાં ખેડૂતોનું મોટું પ્રદર્શન, મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત

આજે દિલ્હીમાં ખેડૂતોનું મોટું પ્રદર્શન ચાલી રહ્યું છે. ખેડૂતો છેલ્લા ઘણા અઠવાડિયાથી કૃષિ કાયદા અંગે પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી-હરિયાણા બોર્ડર પર સુરક્ષા કડક કરવામાં આવી છે. સાથે હરિયાણા સરકારે પંજાબની બર્ડર સીલ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોના ‘દિલ્હી ચલો’ વિરોધને ધ્યાનમાં રાખીને, દિલ્હી-જમ્મુ હાઇ-વે પર મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસ પણ પરિસ્થિતિ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે.

ખેડૂતો દિલ્હી ચાલો વિરધ પ્રદર્શનને ધ્યાનમાં લઈને દિલ્હી-ફરીદાબાદ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, ચોમાસા સત્રમાં કેન્દ્ર સરકારે સંસદમાં કૃષિ બીલો રજૂ કર્યા હતા. જે બાદ આ બિલ બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યા હતા અને કાયદો બન્યા હતા. ત્યાર બાદથી ખેડૂતો અને વિપક્ષી પાર્ટીઓએ દેશભરમાં પ્રદર્શન શરૂ કર્યા હતા. સૌથી વધુ અસર પંજાબમાં જોવા મળી છે. જ્યાં કોંગ્રેસ સરકારે પણ આ કાયદાઓને રોકવા માટે ઠરાવ પસાર કર્યો હતો.

ખેડૂતના પ્રદર્શનને જોતા દિલ્હી મેટ્રોએ તેના સમયમાં ફેરફાર કર્યા છે. દિલ્હીથી નોઇડા, ફરીદાબાદ ગાઝિયાબાદ અને ગુરૂગ્રામ સુધીની મેટ્રો સેવાઓ પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવશે. ડીએમઆરસી અનુસાર ગુરુવારે બપોરે બે વાગ્યા સુધી દિલ્હી મેટ્રોની તમામ લાઇનો પર પસંદગીના સ્ટેશન વચ્ચે કોઈ સેવા રહેશે નહીં. દિલ્હી પોલીસની વિનંતીથી કિસાન રેલી અને કોવિડ મહામારીની ભીડને ટાળવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે, જે દિલ્હી બોર્ડર વિસ્તારોની મેટ્રોને પણ અસર કરશે.

ખેડૂત સંગઠનોએ સંયુક્ત કિસાન મોરચાની રચના કરી છે, જેને 500થી વધુ ખેડૂત સંગઠનોનો સમર્થન મળ્યું છે. સાથે દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે, જેના કારણે આંદોલનને મંજૂરી આપવામાં આવી નથી.

25 નવેમ્બરની સવારથી હરિયાણાની આંતર-રાજ્ય સરહદો પર પંજાબના હજારો ખેડૂતો એકઠા થવા લાગ્યા હતા. ત્રણ કેન્દ્રિય કૃષિ કાયદાની વિરુધ્ધ ‘દિલ્હી ચલો’ આંદોલન તરફ ખેડૂતોના જૂથો આગળ વધી રહ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને હરિયાણાએ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તરફ તેમની કૂચ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમના પર વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભાજપ શાસિત પડોશી રાજ્ય હરિયાણાએ વિરોધીઓને એકઠા ન થાય તે માટે સીઆરપીસીની કલમ 144 લગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap