ખેડૂત આંદોલન: આજે સદ્ભાવના દિવસની આવી રીતે ઉજવણી કરશે ખેડૂતો

કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતાઓએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, તેઓ 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ભૂખ હડતાલ પર બેસશે. આ નેતાઓએ ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતના વખાણ પણ કર્યા છે. તેમણે કહ્યું છે કે,ટિકેતે મોટા હૃદયથી દેશના ખેડૂતોને ઉભા કરવાની વાત કરી હતી.

ખેડૂત નેતાઓએ કહ્યું કે, 30 જાન્યુઆરીએ આપણે સદ્ભાવના દિવસની ઉજવણી કરવા જઈ રહ્યાં છીએ. જેમાં સવારે 9 થી સાંજના 5 સુધી અમારા તમામ મોરચા પર ભૂખ હડતાલ કરવામાં આવશે. તમામ ખેડૂત નેતાઓ ભૂખ હડતાલ પર બેસશે.

પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ-આરએસએસ ખેડૂત આંદોલનને પ્રભાવિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, “અમે યુનાઇટેડ મોરચા અને ખેડૂતો અને મજૂરો તરફથી તેની નિંદા કરીએ છીએ.” આ લોકોએ નાની નાની વાતોથી દૂર રહેવું જોઈએ. આ દેશનું આંદોલન છે. અહીં કોઈ જાતિ, ધર્મ કે રંગનો સવાલ નથી. ધર્મના નામે અનેક રોટલી શેકી, હવે તેઓએ વિચારવું જોઇએ. આ દેશનો દરેક વર્ગ ભોજન લે છે, તેને પણ ભૂખ લાગે છે.

ખેડૂત નેતાઓએ 30 જાન્યુઆરીએ તમામ ખેડૂતોની ભૂખ હડતાલમાં જોડાવા અપીલ પણ કરી છે. સંયુક્ત કિસાન મોરચા તરફથી કહેવામાં આવ્યું છે કે, આ આંદોલનને તોડવાનું કાવતરું નિષ્ફળ ગયું છે, આખા દેશનો ખેડૂત આ સમજી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap