દિલ્હી પોલીસે ખેડૂતોને આ શરતો પર ટ્રેક્ટર રેલી કાઢવાની આપી મંજૂરી

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડની જિદ પર અડગ ખેડૂતો સંગઠનો રવિવારે દિલ્હી પોલીસ કેટલીક શરતો સાથે ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી છે. પોલીસના જણાવ્યા મુજબ ખેડૂતોને ટ્રક્ટર પરેડ નીકાળવા માટે ત્રણેય બોર્ડર પરથી બેરિકેટ હટાવી દેવામાં આવશે.

જો કે, દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું છે કે ટ્રેક્ટર રેલી હોવાને કારણે, દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ સંબંધિત સુરક્ષા વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાઓ ઉપર કોઈ અસર થવી જોઈએ નહીં.

આ અગાઉ પ્રદર્શનકારી સંગઠનોમાંના એક સ્વરાજ ઈન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે રવિવારે કહ્યું હતું કે ટ્રેક્ટર રેલી માટે ખેડૂતોને દિલ્હી પોલીસની ઔપચારિક મંજૂરી મળી છે.

આ દરમિયાન, દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે, પ્રજાસત્તાક દિવસની પરેડની સુરક્ષામાં તૈનાત તમામ અધિકારીઓ, સીએપીએફ અને બાકીના દળ, ખેડૂત ટ્રેક્ટર પરેડ સંબંધિત કોઈપણ કાયદો અને વ્યવસ્થા ગોઠવવા ટૂંકી સૂચના પર આગળ વધવા માટે તૈયાર રહેવું જોઈએ.

ઉલ્લેખનિય છે કે કેન્દ્રના 3 નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત નેતા અને સરકાર વચ્ચે અનેક તબક્કાની વાતચીતમાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. દરમિયાન, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદાઓ અને ખેડૂત આંદોલન માટે દાખલ કરેલી અલગ અરજીઓ પર સુનાવણી દરમિયાન આ કાયદાઓના અમલ પર રોક લગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap