અમદાવાદ: ગુજરાતમાં ઉભા થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યામાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, સુરત અને પંચમહાલ સહિત સવારથી છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ શહેરની વાત કરીએ તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને શહેરના અનેક વિસ્તોરોમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં બે દિવસ ઝરમરથી વરસાદ વિરસી રહ્યો છે અને મોડી રાત્રીથી વરસાદ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. આ કમોસમી વરસદાને કારણે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની અને વેપારીની ખુલ્લામાં પડેલ મગફળીની બોરી પલળી ગઈ હતી.
અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં આખી રાત વરસાદ વરસ્યો હતો. આ કમોસમી પડી રહેલા વરસાદને કારણે સાવરકુંડલા ગ્રામ્યના ગામડાઓમાં વસાદથી ખેડૂતો ની મુશ્કેલીમાં વધારો છે.
ઉનામા વરસાદની આગાહી વચ્ચે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો. ગઈ કાલે શાજે વરસાદના વિરામ બાદ મોડી રાત્રીથી ફરથી વરસાદ ચાલુ થયો હતો.
સુરતમાં બુધવારે મોડી રાત્રે અને ગુરુવારે સાંજે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જેમાં અડાજણ, વેસુ, સિટી લાઈટ, કેનાલ રોડ, વરાછા, ઉધના અને પાંડેસરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં એકાએક વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરા,ગોધરા સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમા પણ એકાએક ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો.
ખેડૂતોની ચિંતામાં થયો વધારો
ગુજરાતમાં ઉભા થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એકા-એક વરસાદી માહોલના સર્જોયો અને આખા રાજ્યોમાં છુટોછવાયો વરસાદ જામ્યો હતો.આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોની ચિંતામા વધારો જોવા મળ્યો હતો.
શિયાળુ સિઝન ખેડૂતો ઘઉં, બાજરી, ચણા, કપાસ સહિતના પાકોમાં વાદળ છાયા વાતાવરણથી વૃદ્ધિ અટકશે અને તુવેર જીરુ જેવા પાકો આ માવઠાને કારણે નુકશાનની પણ ભીતી સેવાઇ હતી. વધુમા ખુલ્લા ખેતરોમાં પડેલા ઘાસના ઢગલાને પલળી જતા દોડધામ મચી જવા પામી છે.
