ભાવેશ રાવલ જૂનાગઢ: શહેરના પ્રસિદ્ધ ઇતિહાસવિદ પ્રદુમાંન્સિંહખાચરના જણાવ્યા મુજબ ઇતિહાસ ની વાત જાણીએ તો સમગ્ર ભારત દેશ 15 ઓગસ્ટ 1947માં આઝાદીની ખુશી માનવી રહ્યો હતો,ત્યારે જૂનાગઢની પ્રજા નવાબી શાશનની ગુલામીમાં સબડી રહી હતી. જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેર કરતા જૂનાગઢની પ્રજાએ બળવો કર્યો હતો. આરઝી હકુમતની સ્થપના થઇ હતી અને ત્યાર બાદ સરદાર વલ્લભ ભાઈ પટેલની કુનેહ નીતિથી જૂનાગઢ ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ આઝદ થયું હતું.

ભારતની આઝદી બાદ નવાબી શાશન ધરાવતું જૂનાગઢ આઝાદ થયું નાં હતું જૂનાગઢના નવાબ મહાબતખાનજીએ (ત્રીજા) પાકિસ્તાનથી મહમ્મદઅલી ઝીણાને પત્ર લખી જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે રખાવની ભલામણ કરી હતી અને ભુટ્ટોએ પણ સ્ટેટ ગેજેટમાં જૂનાગઢને પાકિસ્તાન સાથે રાખવાની દરખાસસ્ત કરી હતી. જૂનાગઢની પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકો હિજરત કરવા લાગ્યા હતા.

જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થાય છે, તેવી જાણકારી મહાત્મા ગાંધીજીને મળતા તેને આરઝી હકુમતની સ્થપના કરી અને તેના સરનશીન તરીકે શામળદાસ ગાંધીની નિયુક્તિ કરી અને પ્રધાન મંડળની રચના કરવામાં અવી અને જૂનાગઢને આઝાદ કરાવવા આ પ્રધાન મંડળ રાજકોટ આવ્યું અને ત્યાં હવે પછીની દિવાળી જૂનાગઢમાં ઉજવીશું તેવી શામળદાસ ગાંધીએ ગર્જના કરતા જૂનાગઢના નવાબ મહોબતખાન્જીને જૂનાગઢમાં રહેવાનું અશક્ય લાગતા કેશોદ એરપોર્ટ પરથી વાટાઘાટોને બહાને પાકિસ્તાન જતા રહ્યાં.

આરઝી હકુમત પોતાના બળે એક પછી એક ગામડાં કબ્જે કરવા માંડ્યા અને ૮ નવેમ્બર સુધીમાં ૧૦૮ ગામડાં કબજે કર્યા ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ હાર્વે જોન્સે જૂનાગઢનો કબ્જો રાજકોટ નીલમ બુચને આપ્યો અને સાંજે ૬ કલાકે બ્રિગેડીયર ગુરૂદયાલસિંહે ઢંઢેરાથી જૂનાગઢનો કબ્જો લીધો ત્યાર બાદ હિન્દી સૈનિકોએ સૌ પ્રથમ જૂનાગઢનો ઉપરકોટનો કબ્જો લીધો અને જૂનાગઢ આઝાદ થયું. આઝાદ થયા બાદ લોકો મનમાં એમ હતું કે, હવે શું થશે ત્યારે ભારતના નાયબ વડાપ્રધાન સરદાર પટેલ કેશોદ આવ્ય અને ત્યાંથી રેવલે માર્ગે જૂનાગઢ આવી લોકોની લાગણીને ધ્યાનમાં લઇ એંતીહાસિક બહાઉદીન કોલેજ ખાતે જાહેર સભાનું આયોજન કર્યું અને ઉમટેલી મેદનીને પૂછવામાં આવ્યું. તમે ભારત સાથે રહેવા માંગો છે કે પાકિસ્તાન સાથે ત્યારે હજારો લોકોએ ભારતમાં રહેવાની ઇરછા દર્શાવી હતી. સરદાર પટેલને આટલાથી સંતોષ નથતા તેમણે વોટિંગ કરાવ્યું હતું.

વોટીંગમાં ભારત માટે લાલ ડબ્બો અને પાકિસ્તાન માટે લીલા ડબા રાખવામાં આવ્યા હતા. વોટીંગની ગણતરીમાં પાકિસ્તાનને માત્ર 91 મતો મળ્યા હતા અને જૂનાગઢ ને ભારતમાં ભેળવવા માટે જૂનાગઢની જનતાએ 191000 જેટલા મતો આપ્યા હતા. આમ જોઈએ તો ભારતમાં પ્રથમ વખત ચૂંટણી જૂનાગઢમાં થઈ હતી અને આવી રીતે જૂનાગઢનું ભારત સાથે જોડાણ થયું. જુનાગઢની આઝાદી માટે સરદારની કુનેહ નીતિ કામ આવી હતી.
