અમદાવાદઃ રાત્રી કર્ફ્યુ દરમિયાન વેજલપુરમાં પોલીસ ઉપર જાનૈયાઓનો હુમલો,જુઓ વીડિયો

અમદાવાદઃ વધી રહેલા કોરોના વાયરસના પ્રકોપને કારણે રાજ્યના ચાર મહાનગર પાલીકાઓમાં સરકાર દ્વાર રાત્રી કર્ફ્યુ જાહર કરવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ત્યારે શહેરના વેજલપુરમાં પોલીસ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે.

કર્ફયુંના અમલ દરમિયાન લગ્નની જાન લઈને પરત આવતા જાનૈયાઓ દ્વારા હોર્ન લગાડવા અને બુમો પાડવાની ના પાડતા પોલીસ અને જાનૈયાઓ મામલો બિચકાયો હતો અને મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો હતો. વેજલપુર પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે ગુનો નોંધી 5-6 લોકોની અટકાયત કરી હતી.આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

https://youtu.be/gg_HuNMtNtk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap