ખેડૂત આંદોલન: ‘ભારત બંધ’ને લગતી મહત્વની બાબતો, શું રહેશે બંધ અને કોને મળશે છુટ

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ લોકોને 8 ડિસેમ્બરે ‘ભારત બંધ’ને સમર્થન આપવા અપિલ કરી છે. આ સંગઠનો 26 નવેમ્બરથી દિલ્હીની બોર્ડર પર ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે. સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત અત્યાર સુધી નિષ્ફળ ગઈ છે અને બુધવારે છઠ્ઠા તબક્કોની વાતચીત યોજાવાની છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકેટ સોમવારે કહ્યું કે, “આવતીકાલે ભારત બંધ સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ જેવી સેવા, લગ્ન પણ સામાન્ય રીતે ચાલુ રાખી શકાય છે.”

ખેડૂતો ક્યા કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે?

ખેડૂત સંગઠનો ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) કિંમત આશ્વાસન અને કૃષિ સેવાઓ કરાર અધિનિયમ 2020, ખેડૂતો વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરલીકરણ) અધિનિયમ 2020 અને આવશ્યક ચીજવસ્તુ સુધારો અધિનિયમ 2020નો વિરોધ કરી રહ્યા છે.

સરકારે સપ્ટેમ્બરમાં આ ત્રણ કૃષિ કાયદાઓને કૃષિ ક્ષેત્રમાં મોટા સુધારા તરીકે રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે,તેનાથી મધ્યસ્થીઓ દૂર થશે અને ખેડૂત દેશમાં ગમેત્યા પોતાની ઉપજ વેચી શકશે.

જોકે, ખેડૂત સંગઠનોને ડર છે કે,આ કાયદા ન્યૂનતમ સપોર્ટ ભાવ (એમએસપી) અને મંડી પદ્ધતિને જોખમમાં મૂકશે અને મોટા ઉદ્યોગિક ગૃહો પર નિર્ભર ખેડૂતોને છોડી દેશે. પરંતુ સરકારે એમએસપી અને મંડી પ્રણાલી જ રહેશે તેમ જણાવ્યું છે.

ઘણા વિરોધી પક્ષો ‘ભારત બંધ’ ના આહવાનને સમર્થન આપે છે

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી, દ્રવિડ મુનેત્ર કનાગમના પ્રમુખ એમ.કે. સ્ટાલિન અને પીએજીડી પ્રમુખ ફારુક અબ્દુલ્લા સહિતના વિપક્ષી નેતાઓએ રવિવારે એક સંયુક્ત નિવેદન જારી કર્યું છે. ‘ભારત બંધ’ ના આહવાનને સમર્થન આપ્યુ અને વિરોધીઓની કાયદેસર માંગણીઓ સ્વીકારવા માટે કેન્દ્ર પર દબાણ કર્યું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે દેશભરમાં અનેક ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત ભારતીય ખેડૂતોના જબરદસ્ત સંઘર્ષ સાથે એકતા વ્યક્ત કરીએ છીએ અને આ કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ માટે 8 ડિસેમ્બરે ભારત બંધનું આહવાનને સમર્થન આપ્યે છે.”

દિલ્હીની નજીકની ઘણી બોર્ડર બંધ

સાવચેતી રૂપે દિલ્હી પોલીસે હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરહદો પર તૈનાત વધારી દીધી છે અને સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવી દીધા છે. દિલ્હી ટ્રાફીક પોલીસે ટ્વિટ કરીને સિંઘુ, ઐચંદી, પિયાઓ મનીયારી અને મંગેશ બોર્ડર બંધ કરવાની માહિતી આપી છે. ટિકરી અને ઝારોડા બોર્ડર પણ બંધ છે.

ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે-44 પણ બંને તરફથી બંધ છે, તેથી તેમાં મુસાફરી કરતા લોકોને વૈકલ્પિક લામપુર, સફીઆબાદ, સફોલી બોર્ડર પરથી મુસાફરી કરવાની સલાહ આપવામાં આવે છે.

દિલ્હી પોલીસે કહ્યું છે કે,જે કોઈ સામાન્ય મૂવમેન્ટ / જીવનને ખલેલ પહોંચાડવાનો અને બળજબરીથી દુકાનો બંધ કરવાનો પ્રયાસ કરશે, તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

‘ભારત બંધ’ પર વેપાર અને પરિવહન સંગઠનોનું વલણ શું છે?

સોમવારે વેપારીઓની સંસ્થા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએટી)એ કહ્યું હતું કે ‘ભારત બંધ’ દરમિયાન દિલ્હી અને દેશના બાકીના ભાગોમાં બજારો ખુલ્લા રહેશે. અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટર વેલ્ફેર એસોસિએશન (એઆઇટીડબ્લ્યુ)એ પણ જાહેરાત કરી છે કે ‘ભારત બંધ’ દરમિયાન પરિવહન અથવા પરિવહન ક્ષેત્રનું સંચાલન પણ સામાન્ય રહેશે.

સીએટી અને એઆઇટીડબલ્યુએએ સોમવારે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, કોઈ પણ ખેડૂત નેતા અથવા સંગઠને આ મુદ્દે તેમની પાસેથી સમર્થન માંગ્યું નથી, તેથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો ભારત બંધમાં જોડાશે નહીં.

જોકે, દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનના સંયુક્ત મંચે ‘ભારત બંધ’ના આહવાન પર પોતાનું સમર્થન આપ્યુ છે. આ યુનિયનોમાં ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, હિંદ મઝદુર સભા, ભારતીય ટ્રેડ યુનિયનનું કેન્દ્ર, ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર, ટ્રેડ યુનિયન કો-ઓર્ડીનેશન સેન્ટર, સ્વ-રોજગાર મહિલા મંડળ, ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન, લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન અને યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસનો સમાવેશ થાય છે.

આઈએએનએસ અનુસાર, ‘ભારત બંધ’ને દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન દ્વારા ટેકો મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઓટો ટેક્સી સંસ્થાઓએ નિર્ણય લીધો છે કે તેઓ આ ‘ભારત બંધ’માં જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap