કોરોના વેક્સિનને લઈને ભાવનગર જિલ્લાનું તંત્ર સજ્જ,આવી છે તૈયારી

પાર્થ મજેઠીયા, ભાવનગર: કોરોના વેક્સીનનો જથ્થો આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો છે ત્યારે ભાવનગરને પણ વેક્સીન મળવાની છે તેને લઈને ભાવનગરમાં તંત્ર દ્વારા વેક્સિન અંગેની તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમજ ભાવનગરની સર.ટી હોસ્પિટલ અને શહેર વિસ્તારમાં બે આરોગ્ય કેન્દ્ર પર વેકસીન રસીકરણ માટેની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા ઊભી કરી દેવાય છે અને જે માટે અગાઉ ડ્રાઇ રન પણ યોજી દેવામાં આવી છે

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ૨.૭૬ લાખ કોરોના વેક્સીનના ડોઝ આવી ગયા છે, જેમાંથી ભાવનગરને પણ વેકસીન મળવાની છે તેને લઈને ભાવનગર તંત્ર દ્વારા વેક્સિન માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે આવેલા વેક્સીન સ્ટોરેજ આવેલું છે ત્યાં કોરોના વેક્સીન રાખવા માટે ત્રણ સ્પેશ્યલ ફ્રીઝર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ખાસ પ્રકારના આ ફ્રીઝર માં કોરોનાની વેક્સીન ને નક્કી કરાયેલા ટેમ્પરેચરમાં સંગ્રહ થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ કરી લેવામાં આવે છે, આજે સાંજે છ વાગ્યા આજુબાજુ ભાવનગર પહોંચવાની છે ત્યારે તંત્ર તેને આવકારવા માટે પણ સજ્જ થઈ ગયું છે

વેક્સિનેશન માટેની વાત કરીએ તો ભાવનગર શહેરમાં ભાવનગરની સર.ટી હોસ્પિટલના જુના ચામડીનો વોર્ડ કે જ્યાં કોરોના ઓપીડી હતી તે બિલ્ડીંગને સંપૂર્ણ ખાલી કરી અને ત્યાં વેકસીન માટેનો વોર્ડ બનાવવામાં આવ્યો છે અને જ્યાં 25 કરતાં વધુ સ્ટાફ કોરોના વેક્સિનેશન માટે નિયુક્ત કરાયો છે. તેમજ ભાવનગર શહેર વિસ્તારમાં મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા જુદા-જુદા બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે જે માટે અગાઉ આનંદનગર ખાતે ડ્રાઇ રન યોજવામાં આવેલી હતી.

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યા પ્રમાણે કોરોના વેક્સિનના ડોઝ આજે બપોરે 2:00 અમદાવાદથી ભાવનગર આવવા માટે સ્પેશિયલ વાન મારફતે નીકળશે અને સાંજ સુધીમાં કોરોના વેક્સીન ની રસી આવી પહોંચશે અને આર.ડી.ડી વેર હાઉસ ખાતે સ્ટોરેજ કરવામાં આવશે, ત્યારબાદ આ વેકશીન ના ડોઝ અલગ-અલગ જિલ્લામાં જેમકે બોટાદ,અમરેલી,ગીર સોમનાથ,જૂનાગઢમાં પહોંચાડવામાં આવશે, ભાવનગરમાં વેકસીન ને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap