પાર્થ મજેઠીયા, ભાવનગર: મકરસંક્રાંતિનો છેલ્લા રવિવારે હોવાથી બજારમાં પતંગ,રીલ,તથા ટોપી,ચશ્માં, બ્યુગલ માર્કેટમાં અવનવાં ખરીદી કરવા લોકોની મહદઅંશે ભીડ જોવા મળી રહી હતી અને લોકો રીલ પીવરાવવા ઉમટી પડ્યા હતાં. ઉત્તરાયણના પર્વને લય આજથી જ લોકો પોતાની અગાસીઓમાં ઉત્સાહભેર પર્વની ઉજવણી શરૂ કરી દેશે.

2021ની સાલનો પ્રથમ તહેવાર મકરસંક્રાંતિને આડે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. જોકે કોરોનાને કારણે બધા તહેવારો ફિક્કા જોવા મળ્યા હતાં. તે જ રીતે આ કોરોનાને કારણે પતંગ, રીલ અને અન્ય વસ્તુઓની બજારમાં ખરીદીમાં ભારે ભીડ જોવા મળી હતી, પરંતુ બીજી તરફ કોરોનાના કારણે બજારોમાં ખરીદી માટે થોડી ઓછી ભીડ જોવા મળી હતી દર વર્ષે જે રીતે પતંગ દોરીની સાથે અન્ય વસ્તુઓની ખરીદી થાય છે. તેવી ખરીદી આ વખતે જોવા મળી ન હતી, જોકે ઉતરાયણ પૂર્વના છેલ્લો રવિવાર એકાકી થોડી વેપારમાં મહદંશે ભીડ જોવા મળી હતી.

પતંગ વિક્રેતા કહે છે કે મકરસંક્રાંતિનો છેલ્લા રવિવાર હોવાથી બજારમાં વિવિધ પ્રકારના પતંગો બજારમાં જોવા મળે છે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરની છાપ વાળા પતંગ લેવાનું પસંદ કરી રહ્યા છે જોકે વિવિધ પ્રકારના ભૂંગળા, વિવિધ પ્રકારના ફેસ માસ્ક, અલગ અલગ પ્રકારના કાગળના તુકકલ અને બાળકો માટે કાર્ટૂન વાળા ચશ્માં અને વિવિધ પ્રકારની ટોપીઓ જોવા મળી હતી, લોકો બજારમાં ખુબજ ખરીદી કરી રહ્યા છે, મકરસંક્રાંતિના પર્વને લય ઉત્સાહી યુવાનોની રીલ પીવરાવવા માટે ભીડ જોવા મળી હતી.

માટે અવનવી વિવિધ વેરાયટીઓ
બજારમાં વિવધ પ્રકારના પતંગો ના ભાવ 20 થી લઈ ને 200 સુધીના પતંગોના ભાવો જોવા મળ્યા હતા, બ્યુગલ ના ભાવ 10 થી 150 સુધીના નાના-મોટા ભૂંગળા વાળા જોવા મળ્યા હતા, અવનવી લેડીઝ અને જેન્ટ્સની અલગ-અલગ વેરાયટીની ટોપીઓની ધૂમ ખરીદી થઇ રહી છે, મકરસંક્રાંતિના પર્વને માત્ર એક જ દિવસ આડો રહ્યો હોવાથી લોકો ખરીદી કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા થનગની રહ્યા છે.

કોરોના મહામારીના કારણે સંક્રમણ વધે નહીં તે માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેનું ચુસ્ત પણે પાલન કરવું જેવુંકે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું, બે ગજની દૂર રાખવી, અગાસી પર ભીડ એકઠી ન કરવી, માસ ફરજીયાત પહેરવું અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આવાહન કર્યું છે.
