હર્ષદ પટેલ,હિંમતનગર: જેવી રીતે માણસની ઓળખ માટે આધાર કાર્ડ જરૂરી હોય છે. તેમ પશુઓની ઓળખ પણ અનિવાર્ય છે. ત્યારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી જિલ્લાના પશુ માલિકો પાસે કેટલા પશુઓ છે. તેની જાણકારી માટે ઈનફ પધ્ધતિ અપનાવીને દરેક પશુઓને ટેગીંગ કરવાનું શરૂ કર્યુ છે. જેની કામગીરી ગામડાઓમાં શરૂ કરી દેવાઈ છે. પશુપાલન વિભાગના દાવા મુજબ જિલ્લામાં તમામ તાલુકાઓમાં મળી અંદાજે ૮૭ હજારથી વધુ પશુઓ છે.
આ અંગે નાયબ પશુપાલન નિયામક ડો.જે.બી.પટેલના જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં અત્યારે રાષ્ટ્રીય પશુ રોગચાળા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સઘન રસીકરણ ઝુંબેશ ચલાવાઈ રહી છે. સાથોસાથ કૃત્રિમ બીજદાન, ડી- વર્મીગ માહિતી, અછત, પુર અતિવૃષ્ટી કે કોઈપણ ડીઝાસ્ટર અંતર્ગત પશુઓને નુકશાન થાય અથવા તો મૃત્યુ વખતે પશુ પાલકને વળતર સહાય આપવાની રાજ્ય સરફારની અનેક યોજનાઓ કાર્યરત છે. ત્યારે પશુઓની ઓળખ ખુબજ જરૂરી હોય છે.
જેથી પશુઓની ઓળખ કરવા માટે એનડીડીબીના સહયોગથી પશુઓની ઓળખ માટે ઈનક પધ્ધતિ અપનાવાઈ રહી છે. જેના થકી સાબરકાંઠા જિલ્લામાં પશુઓની ગણત્રી નહી પણ સમયાંતરે રસીકરણ અંગે પશુપાલન વિભાગ દ્વારા તેમના પશુ માલિકોને જાણ કરવામાં આવશે. જેથી એમ કહી શકાય કે માણસ માટે આધાર કાર્ડ જરૂરી છે. ત્યારે પશુઓ માટે પણ ઈનફ (ટેગીંગ) ના નંબરથી પશુઓના સ્વાચ્ય અંગે જાણકારી મળી શકશે . અને તેને સોફટવેર થકી પશુ ગણાત્રી અને નોંધણી કરાશે તેમાં માલિકનું નામ, ગામ, પશુની ઉંમર, પશુઓની સંખ્યા, જાતી તેમજ ભૂતકાળમાં થયેલી બિમારીની જાણકારી હશે. જિલ્લામાં અંદાજે ૮૭૭૬૮૮ પશુઓને ઈનફ ટેગીંગ કરીને નવી ઓળખ આપવાની નેમ રખાઈ છે.
