એસટી ડેપોમાં રોજ સવારે કર્મચારીઓને બસને ધક્કા મારવાની કસરત કરવી પડે છે, જાણો કેમ ?

રવિ નિમાવત, મોરબી: હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે, જે આરોગ્ય સુધારવા માટેની ઋતુ પણ કહેવાય છે. લોકો મોર્નિંગ વોક અને જોગીંગ તેમજ કસરત કરીને આરોગ્ય સારું બનાવતા હોય છે. જોકે મોરબી એસટી ડેપોના કર્મચારીઓને આવી કોઈ કસરત કરવાની જરૂરત રહેતી નથી કારણ કે એસટીની બસો રોજ સવારે ધક્કા માર્યા બાદ જ શરુ થાય છે અને એસટીના કર્મચારીઓને મને કમને આવી કસરત કરવાની ફરજ પડે છે.

મોરબી એસટી ડેપોના કર્મચારીઓ પ્રતિદિન સવારે બસને ધક્કા મારતા નજરે પડે છે. મોરબી એસટી ડેપોમાં મેન્ટેનન્સ માટેના જરૂરી માલસામાન અને સ્પેર પાર્ટ્સની તંગી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. સુત્રો જણાવે છે કે સવારે બસમાં બેટરી ના હોય જેથી ધક્કા મારી બસ ચાલુ કરવી પડે છે. બેટરી ના હોવાથી સંપૂર્ણ રૂટ પર બસ ચાલુ રાખવી પડે છે. જેથી ડીઝલ વધુ વપરાય તો ઉપરી અધિકારીઓ મેમાં રૂપી સજા ડ્રાઈવરને ફટકારતા હોય છે અને નિર્દોષ ડ્રાઈવરના પગારમાંથી પૈસા કપાય છે. ગામડાની નાઈટ રૂટની બસોમાં સવારે બેટરીના હોવાથી ગ્રામજનોની મદદ મળે ત્યારે બસ ચાલુ થાય છે. અમુક બસોમાં બ્રેક ઓછી લાગે છે.

વર્કશોપમાં જેની રજૂઆત કરવા જાય તો જવાબ મળે છે કે બ્રેકના પંજા નથી માટે બ્રેક સેટ કરી ચલાવવામાં આવે છે. તેવી સ્થિતિમાં અકસ્માત સર્જાય તો ડ્રાઈવરને કસુરવાન ઠેરવી બદલીની સજા કરાય છે અથવા નુકશાની પેટે પૈસાની રીકવરી કરવામાં આવે છે.

એટલું જ નહિ ફરિયાદ કરવા છતાં અધિકારીઓ કર્મચારીને ગાંઠતા નથી તો ઉલટાનું કર્મચારીઓને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ પણ ઉઠી રહી છે, ત્યારે નીમ્ભર એસટી તંત્ર કર્મચારીઓની વેદના ક્યારે સમજશે અને યોગ્ય મેન્ટેનન્સના અભાવે બસની મુસાફરી પણ જોખમી હોય જેથી મુસાફરોના હિતમાં ક્યારે યોગ્ય પગલા ભરશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap