પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચુટણીને લઇને તંત્ર બન્યુ સજ્જ,પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ચુટણી યોજાશે.

પંચમહાલ : પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુટણી શાતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે. જેમાં ડીસ્પેન્ચ સેન્ટરથી પોલીંગ સ્ટાફને ઈવીએમ તેમજ અન્ય સાધન સામગ્રી સાથે પોલીસ સ્ટાફની સાથે બસોમા બેસાડીને મતદાન મથક સુધી રવાના કરવામા આવ્યા છે.સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ જવાનોને તૈઁનાત કરવામાં આવશે.

રાજકીય પક્ષોના ચુટણીના પ્રચારના પડધમના શાંત થયા બાદ હવે ચુટણી શાતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટીતંત્ર સજ્જ બન્યુ છે. પંચમહાલ જીલ્લામાં સાત તાલુકા પંચાયત,તેમજ એક જીલ્લા પંચાયત અને બે નગરપાલિકાની ચુટણી યોજવાની છે.ત્યારે તંત્ર દ્વારા ચુટણીને લગતી ડીસ્પેન્ચીંગની આખરી ક્ષણોમાં છે.પંચમહાલ જીલ્લામાં સાત તાલૂકા પંચાયત ,શહેરા, ગોધરા, મોરવા હડફ, જાંબુઘોડા,હાલોલ,કાલોલ તેમજ જીલ્લા પંચાયત ગોધરા,શહેરાનગરપાલિકા,અને ગોધરા નગર પાલિકાની ચુટણી યોજાવાની છે.ભાજપ-કોંગ્રેસ,અપક્ષ,AIMIM પાર્ટીના ચુટણીના પડઘમ શાંત પડ્યા છે.ત્યારે હવે ચૂટણીમાં મતદાન શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.જીલ્લાના ૧૧૯૭ મતદાન મથકો પર ૧૧,૨૮,૪૬૧ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ચુટણી પ્રકિયામા ૧૦,૦૭૭ જેટલા કર્મીઓ,૧૭૨૫ સૂરક્ષા જવાનો તૈનાત કરવામા આવશે.૩૦૯ સંવેદનશીલ બૂથ અને ૧૯૫ અતિસંવેદન શીલ બૂથ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે . ડીવાયએસપી,પીઆઈ,પીએસઆઈ,પોલીસજવાનો,એસઆરપી,હોમગાર્ડ સહિતનો કાફલો હાજર રહેશે.તાલુકામાં આવેલા ડીસ્પેન્ચ સેન્ટરથી પોલીંગ સ્ટાફને ઈવીએમ સ્ટેશનરી ફાળવી દઈને સ્ટાફને રવાના કરવામાં આવ્યો છે.મતદાન મથક સુધી પહોચવા માટે ખાનગી વાહનો,બસ જીપ,વાન તેમજ એસટી બસોને મૂકવામા આવી છે.ચુટણીને લઈને પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap