રાજેશ દેથલીયા,અમરેલી: જિલ્લાના રાજુલા તાલુકા ખાતે આજે માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનો જંગ જામ્યો છે.ત્યારે આજે સહકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે દસ ઉમેદવારી માટે આજે ૫૪૨ મતદાતાઓ મતદાન કરશે.
જેમાં ૧૪ બેઠક છે અને ચાર બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. આજે ૧૦ બેઠક માટે ચૂંટણી યોજાય છે. ૧૦ બેઠકો માટે ચૂંટણી યોજાય છે તેમાં ટોટલ ૨૧ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ચાર ઉમેદવારો બિન હરીફ થઈ ચૂક્યા છે. ભાજપ પક્ષના પેનલ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
હવે આજે મતદાન થનાર છે જેમાં ૧૦ બેઠકો ઉપર હાલ ૨૧ ઉમેદવારો મેદાનમાં છે અને ૫૪૨ મતદાતા છે જે ૧૦ ઉમેદવાર નું ભાવિ નક્કી કરશે અને રાજુલા માર્કેટિંગ યાર્ડ પર પોતાનું વર્ચસ્વ છે.
જેમાં સહકાર પેનલ માટે સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ એડી ચોંટી નો જોર લાગવી ચૂક્યા છે.
ખેડૂત પરિવર્તન પેનલ માટે કોંગ્રેસ ના ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર અને કોંગ્રેસ ટીમ પણ એડી ચોંટી નો જોર લગાવ્યું છે. ચાર બેઠકો બિનહરીફ લાવેલ છે અને હવે ૧૦ બેઠક નુ મતદાન આજે થશે અને ભાજપ નું વર્ષો થી રાજુલા માર્કેટિંગ યાર્ડ પર વર્ચસ્વ રહ્યું છે.
આગામી ૧૦ બેઠકો માટે આજ સાવર થી જ મતદાન શરૂ થયું છે. ત્યારે ભાજપ પક્ષ યાર્ડના પ્રમુખ અને પૂર્વ સાંસદ દેશી હીરાભાઈ સોલંકી કહે છે કે, અમારી પેનલ ની જીત નિશ્ચિત છે. ચૂંટણી માં સોશ્યલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે નીતિ નયમો મુજબ યોજવામાં આવી છે.
