‘કોરોના પોઝિટિવ આવેલી દીકરી શાળામાં ગઇ જ ન હતી’

જામનગરઃ નવસારીના વાંસદાની પ્રતાપ હાઇસ્કુલના શતાબ્દી મહોત્સવના કાર્યક્રમ બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જામનગરના જોડિયાની શાળામાં કોરોના પોઝિટિવ આવેલી વિદ્યાર્થિની અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે 4 દીકરીઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં એક દીકરી કોરોના પોઝિટિવ આવી હતી. એ દીકરી શાળાએ ગઇ જ ન હતી અને એ શાળા બંધ નથી. 15મી તારીખથી પૂર્વવત ચાલુ થઇ જવાની છે.

શું કહ્યું શિક્ષણમંત્રીએ ?

આ અંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ગઇકાલે જામનગર જિલ્લાના જોડિયામાં તાલુકાની શાળાના મીડિયામાં એક સમાચાર આવ્યા છે. એ સમાચાર અંગે હું સ્પષ્ટતા કરવા માગુ છું. ધો. 10-અમાં અભ્યાસ કરતી એ દીકરી શાળાએ ગઇ જ નથી. શાળામાં જતા પહેલા હોસ્ટેલમાં આવવા માટે આવી. હોસ્ટેલમાં જતા પહેલા પણ તે 4 દીકરીઓએ ટેસ્ટ કરાવ્યો. ત્રણનો નેગેટિવ આવ્યો એકનો પોઝિટિવ આવ્યો. એ દીકરી ન તો હોસ્ટેલમાં ગઇ છે ન તો શાળામાં ગઇ છે. ત્યાંથી જ તેને ઘરે મોકલી આપવામાં આવી છે. એ શાળા 15મી તારીખ આવતીકાલથી પૂર્વવત રીતે ચાલુ થઇ જવાની છે.

11 તારીખથી આપણે ધો. 10 અને 12નું શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે. ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. 35-40 ટકાથી વધારે પહેલા દિવસે હાજરી હું વાલીઓનો આભારમાનું છું. પહેલા દિવસથી શિક્ષણકાર્ય શરૂ થઇ ગયું છે. ધો. 10 અને 12 ન્યૂ નોર્મલ થઇ જાય પછી ધો. 9 અને 11નો બીજા તબક્કામાં વિચાર કરીશું. પછી ધો. 6 અને 8નો વિચાર કરીશું અને પછી 1થી 5 ધોરણનો વિચાર કરીશું. તબક્કાવાર ચાલુ કરીશું. લોકડાઉનમાં પણ બધુ બંધ રહ્યું પણ શિક્ષણકાર્ય બંધ રહ્યું ન હતું. શિક્ષણકાર્ય ઓનલાઇન સતત લોકડાઉનમાં 10 મહિના સુધી ચાલુ રહ્યું છે તે શિક્ષણ વિભાગની એક સફળતા છે. મારા શિક્ષકો, આચાર્યો, અદ્યાપકો અને વાલીઓને અભિનંદન આપું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap