બેંકોને RBIએ આપી ચેતવણી, કહી આ ગંભીર વાત

રિઝર્વ બેંકે પોતાની ફાઈનાન્શિયલ સ્ટેબીલીટી રિપોર્ટ (FSR)માં ફાઈનાન્શિયલ બજાર અને રિયલ ઈકોનોમીને જોતા મોટો મહત્વનો નિર્ણય લઈને અગત્યની વાત કહી છે. સેન્ટ્રલ બેંકનું માનવુ છે કે, રિયલ ઈકોનોમી અને ફાઈનાન્શિયલ માર્કેટમાં અલગાવ વધી રહી છે અને તે દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકંતા દાસે ફાઈનાન્શિયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં લખ્યું છે કે બંને બજારોમાં વધતી અંતર ફાઈનાન્શિયલ સેક્ટરની સ્થિરતા માટે એક પડકાર તરીકે ઉભરી આવી છે.

RBIની ફાઈનાન્શિયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં લખ્યું છે કે, ફાઈનાન્શિયલ સંપત્તિનું વેલ્યુએશન વધવું નાણાકીય સ્થિરતાને જોખમમાં મૂકે છે. બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ એકબીજા સાથે જોડાયેલ નાણાકીય વ્યવસ્થાના આ જોખમોથી વાકેફ હોવું જોઈએ.

પાછલા વર્ષે ઓગસ્ટમાં રિઝર્વ બેંકે ચેતવણી આપી હતી

જણાવી દઈએ કે,આ પહેલીવાર નથી જ્યારે રિઝર્વ બેંક આ રિસ્ક વિશે માહિતી આપી રહી છે. પાછલા વર્ષે ઓગસ્ટમાં પણ રિઝર્વ બેંકે નાણાકીય સંસ્થાઓને આના વીશે ચેતવણી આપી હતી કે, સ્ટોક માર્કેટમાં પણ ગમે ત્યારે કરેક્શન જોવા મળી શકે છે.

રિઝર્વ બેંકે જણાવ્યું છે કે,કેવી રીતે સરકારે અને કેન્દ્રિય બેંકે ફાઈનાન્શિયલ માર્કેટની સ્થિરતા માટે જરૂરી પગલાં લીધાં છે, પરંતુ હજી પણ શેરબજારના ફાઈનાન્શિયલ અને કેટલાક ક્ષેત્રો અને વાસ્તવિક અર્થવ્યવસ્થામાં થોડો ડિસ્કનેક્ટ છે.

બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને ચેતવણી

રિઝર્વ બેંકના રિપોર્ટમાં લખ્યું છે કે, અનિશ્ચિતતાના સમયમાં જો કંઈક ઉતાર-ચડાવ થાય છે, તો તેનાથી બેન્કિંગ ક્ષેત્ર અને તેની બેલેન્સશીટ પર મોટી અસર પડી શકે છે. એકંદરે, RBIઅ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓને ચેતવણી આપી છે કે બજારની ગતિ અનિશ્ચિત છે અને તેથી તમારી બેલેન્સશીટનું વિશેષ ધ્યાન રાખો.

ભારત જ નહીં, વિશ્વભરના બજારોમાં થોડા દિવસોમાં જોરદાર તેજી જોવા મળી છે. કોરોના બાદ વિશ્વભરની સરકારો દ્વારા આપવામાં આવેલા રાહત પેકેજોને લીધે લિક્વિડિટીમાં વધારો થયો છે અને લોકો ઉચ્ચ વ્યાજના બજારોમાં રોકાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap