પંચમહાલ: જિલ્લાના હાલોલ નગરની મધ્યમાં ભરચક ગણાતા વિસ્તાર ગાંધીચોકમાં પાર્ક કરવામા આવેલી એક ઇકો કારની તસ્કરોએ ઉઠાંતરી કરી છે. આ ચોરીની ઉંઠાંતરીની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત અનૂસાર હાલોલ નગરના ગાંધીચોક ખાતે રહેતા નિખિલકુમાર શાહ પુત્ર વધુ ની ડીલીવરી આવવાની હોવાથી કોઇપણ સમયે દવાખાને જવાનું થાય તે માટેના અગમચેતીના ભાગરૂપે હાલોલના લીમડીફળીયા ખાતે રહેતા મિત્ર યાકુબ યુસુફ શેખની ઇકો કાર લાવી ગાંધીચોક ખાતે રાત્રે લાવી મૂકી હતી. બીજે દિવસે સવારે શાકભાજનો વેપાર હોવાથી શાકભાજી લેવા વહેલી સવારે ટેમ્પામાં વડોદરા ખાતે ગયા હતો.
વડોદરાથી પરત ફર્યા બાદ જે જગ્યાએ ઇકો કાર પાર્ક કરી હતી. ત્યાં ગયેલ ત્યાં પાર્ક કરેલી કાર મળી ન આવતા મિત્ર યાકુબ શેખને જાણ કરી .આજુબાજુ માં તપાસ કરેલ છતાં ગાડી મળી આવી ન હતી. કારના માલિક અને મારા મિત્ર યાકુબ શેખે આ ઇકો કાર ફાઈનાસ કપનીમાં થી લાવ્યો હતો જેથી કદાચ હપ્તા ચડી ગયેલ હોવાથી ફાઇનાસ કંપની વાળા ગાડી ખેંચી ગયા હશે તેવું લાગ્યું હતું જેથી અમે ફાઇનાસ કંપની ની ગોધરા ખાતેની ઓફિસે જઇ તપાસ કરતા તેઓએ પણ ગાડી ખેંચી નહિ લઈ ગયા હોવાનું જણાવતા તેઓ પાસેથી એંનોસી લઈ હાલોલ પોલીસ મથકે ઇકો કાર રૂ.2.50.લાખની ચોરી થયાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
