પ્રતીશ શિલુ,પોરબંદર: કૃષિ સંબંધિત ત્રણ કાયદાને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે ખેડૂતોના સમર્થનમાં અને આ કાયદાના વિરોધમાં ટ્રેકટર રેલી યોજાઇ હતી.

શહેરના સુદામા ચોકથી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સહિતના આગેવાનો ટ્રેક્ટરોમાં સવાર થઇ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી સુધી આવેદનપત્ર આપવા માટે નીકળ્યા હતા.

જોકે આ રેલીકલેકટર કચેરી પર પહોંચી આવેદનપત્ર આપે તે પૂર્વે જ જુના ફુવારા નજીકથી ખેડૂતો આને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
